એન્જિ. પરીક્ષામાંથી MCQની બાદબાકી

800

અમદાવાદ સહિત રાજયભરની તમામ એન્જિનીયરીંગ કોલેજોમાં હવે આગામી નવા શૈક્ષણિક વર્ષ ૨૦૧૯થી પરીક્ષાની પેટર્નમાં મહત્વનો બદલાવ લાગુ થવા જઇ રહ્યો છે. જે મુજબ, હવે એન્જિનીયરીંગની પરીક્ષામાં એમસીકયુ નહી પૂછાય. વર્ષ ૨૦૯ની એન્જિનીયરીંગની પહેલી પરીક્ષાથી જ નવી પેટર્ન અમલી બનાવી દેવામાં આવશે. પરીક્ષાની નવી પેટર્ન મુજબ, પરીક્ષાના ૧૪ માર્કસના એમસીકયુની બાદબાકી કરવામાં આવી છે. તેના સ્થાને હવે અન્ય પ્રશ્નો પૂછવામાં આવશે., જેના વિગતવાર જવાબો વિદ્યાર્થીઓએ આપવાના રહેશે. એન્જિનીયરીંગમાં લાગુ થવા જઇ રહેલી આ નવી પેટર્ન પધ્ધતિના કારણે વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી તૈયારીમાં વધુ મહેનત કરવી પડશે. રાજયભરમાં જીટીયુ(ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી) હસ્તકની ૪૫૦થી વધુ કોલેજો છે. શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે જીટીયુ સમયાંતરે અભ્યાસક્રમ અને પરીક્ષા પધ્ધતિમાં ફેરફાર કરે છે. જીટીયુ દ્વારા બેચલર ઓફ એન્જિનીયરીંગમાં પહેલા વર્ષની બદલાયેલી પ્રશ્નપત્ર પધ્ધતિ વેબસાઇટ પર જાહેર કરાઇ છે. જે મુજબ, કોલેજના પ્રોપેસરોએ વિદ્યાર્તીઓને પરીક્ષાલક્ષી તૈયારી કરાવવી પડશે. નવી પધ્ધતિમાં મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. એણસીકયુના બદલાવ અંગેનો નિર્ણય વધુ મોટો અને મહત્વનો મનાઇ રહ્યા છે. પહેલા પરીક્ષામાં ૧૪ માર્કસના એમસીકયુ પૂછાતા હતા, હવેથી થિયરીકલ પ્રશ્નો પૂછવામાં આવશે, જેના કારણે વિદ્યાર્થીઓએ વધુ મહેનત કરવી પડશે. આ સિવાય વિકલ્પને બાદ કરતાં પણ ૧૦૦ માર્કસનું પેપર વિદ્યાર્થીઓ લખી શકતા હતા, હવે વિકલ્પ નહી હોવાના કારણે મોટાભાગના પ્રશ્નોને આવરી લેવા પડશે.

વર્ષ ૨૦૧૮ની પરીક્ષાનો પ્રારંભ તા.૧૫મી નવેમ્બરથી થયો છે, જે ડિસેમ્બર-જાન્યુઆરી સુધી ચાલશે. કુલ ૨૫૦થી વધુ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા યોજાઇ છે. હવે આગામી ૨૦૧૯ના નવા શેક્ષણિક સત્રથી એમસીકયુ વિનાની પેટર્નનો વિધિવત્‌ અમલ થવા જઇ રહ્યો છે ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પણ થોડી દ્વિધા અને ચિંતા છે.

Previous articleરાજ્યની ટેક્સટાઇલ પોલિસી સંદર્ભમાં ગાંધીનગરમાં મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ઉચ્ચસ્તરીય બેઠક મળી
Next article૩૧ ડિસેમ્બર સુધીમાં જીએસટીનું વાર્ષિક રિટર્ન ફાઈલ કરવું આવશ્યક