ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ – દેવરાજનગર ખાતે બી.એ.ના સાયકોલોજી વિષયની વિદ્યાર્થીનીઓ માટે ડો. ભારતભાઈ ભટ્ટે સાયકોલોજીના હાલના વિદ્યાર્થીઓની પરિક્ષાને લગતી માનસિક પરિસ્થિતિ ઉપર વ્યાખ્યાન આપ્યું હતું. જેમાં આજનો વિદ્યાર્થી કેવી માનસિક પરિસ્થીતિમાંથી ગુજરે છે. અને તેમને યુનિ.ની પરિક્ષાને લગતી તૈયારી કેવી રીતે કરવી જોઈએ તેની વિસ્તૃત માહિતી આપી હતી.