અરબી સમુદ્રના બેટ શિયાળબેટની પ – હજારની વસ્તી ૧૮મી સદીમાંથી ર૧મી સદી તરફ દેશ આઝાદ થયા બાદ ર૧ કરોડના ખર્ચે સૌપ્રથમ વિજળી અપાયા બાદ ૯ કરોડના ખર્ચે દરીયાના પેટાળમાં ઉંડે ૬ કી.મી. પાણીની પાઈપ લાઈન નાખી પાણી પહોંચાડતા હીરાભાઈ સોલંકીની જહેમત અને એન્જનીયરોએ ઈતિહાસ સજર્યો પાણી પુરવઠા બોર્ડની ટેસ્ટીંગમાં સફળતા એકાદ માસમાં લોકો મીઠુ પાણી પીતા થઈ જશે.
અરબી સમુદ્રના બેટ જે જાફરાબાદ તાલુકામાં ઈતિહાસિક આ ઈલેન્ડ જોવા લાયકાત કુદરતી સૌદર્ય ધરાવતા ટાપુમાં હાલ પ હજારની જીવતી જાગતી જનતા મચ્છ ઉદ્યોગથી તેના પરિવારની રોજીરોટી મધદરીયે મોતના મોઢામાં રહી જીવન વિતાવે છે. આઝાદી પીછ આ જનતા ૧૮મી સદીમાં જ જીવન વિતાવતી હતી ત્યારે તે વખતે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને સરપંચ હમીરભાઈ શિયાળ, ઉપસરપંચ રૂપસંગભાઈ દ્વારા રૂબરૂ શિયાળ બેટ લઈ જઈ લોકોની તમામ પરિસ્થિતિ જે નહીં પીવાનું પાણી નહીં લાઈટ નહીં હાઈસ્કુલ, ટુટી ફુટી પ્રાથમિક શાળા, નહીં રોડ રસ્તા કે શોચાલયો અને હીરાભાઈ એ તમામ સુવિધાઓ તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબહેનને રજુઆત કરતા એક પછી એક કામો શરૂ કરાયા પણ વિજળી માટે અરબી સમુદ્રના પેટાળમાં અને દરિયાના ધસમસમતા પાણીમાં કેમ નાખવી પણ એનજીનીયરો એ કામ પુર્ણ કરતા હીરાભાઈ સોલંકી દ્વારા તે મુખ્યમંત્રી આનંદી બહેન પટેલના જ હસ્તે એક સાથે લોકાર્પણમાં વીજળી, દવાખાનું, હાઈસ્કુલનું વિશાળ સંકુલ રોડ રસ્તા સહિત આનંદી બહેનની હસ્તે લોકાર્પણ કરતા ઈતિહાસ સર્જાયો કેમ કે પ હજારની સ્થાનિક વસ્તી અને અસુવિધાના કારણે બીજા પ હજાર લોકો ગામ મુકીને જારાફબાદ સહિત અન્ય જગ્યાએ હીજરત કરી ગયેલ અડધા ભાગના લોકો પરત શિયાળબેટ આવી પોતાના આવાસ ઉપરાંત સરકાર તરફથી આવેલ સરદાર આવાસ પ્રધાન મંત્રી આવસનો લાભ લેવા મંડયા પણ હજી પીવાનું પાણી માટે પાણી પુરવઠા બોર્ડના એન્જીનીયરોએ કામલ કરી આરબી સમુદ્રના પેટાળમાં રપ ફુટ ઉડી અને ચાંપ બંદરેથી ૬ કિલોમીટર લાંબી નર્મદા યોજનાનું મીઠુ પાણી પહોંચાડવા ઈતિહાસીક સિધ્ધી મેળવી રાજુલાના ચાંચ બંદરથી જાફરાબાદના ટાપુ શિયાળ બેટમાં પાણી ટેસ્ટીંગ કરી મીઠા પાણીના ફુવારા ઉડાડતા સરપંચ હમીરભાઈ ઉપસરપંચ રૂપસંગભાઈ, સરમણભાઈ શિયાળ સહિત ગામ આગેવાનો ગામની તમામ જનતામાં ખુશીનો માહોલએ માટે જામ્યો કે ઈતિહાસીક શિયાળબેટમાં ચારે બાજુ ખારા પાણીનો સમુદ્ર અને શિયાળબેટમાં મીઠા પાણીના કુવા તળાવ પણ અંતે ક્ષારયુકત પાણી પીવાથી અનેક લોકો શ્વાસ દમ પથરીના દર્દીઓની સંખ્યા કાયમ રહેતી તે હવે જડ મુળમાંથી તમામ અસુવિધાઓ થઈ છે. શિયાળ બેટના સરપંચ હમીરભાઈની ટીમ અને ગામ આગેવાનોમાં ખુશીનો માહોલ છવાયો છે.