મલાઇકા અરોરા અને અર્જુન કપૂર વચ્ચે ઘણો જ ગાઢ સંબંધ છે. એટલા સુધી કે વાત લગ્ન સુધી પહોંચી ગઈ છે. કહેવામાં આવે છે કે મલાઇકા અને અર્જુન આવતા વર્ષે લગ્નનાં બંધનમાં બંધાઈ શકે છે. સૂત્રોનું માનીએ તો અર્જુન અને મલાઇકાએ ઘર પણ ખરીદી લીધું છે. સૂત્રોનું માનીએ તો બંનેએ નવું ઘર સાથે મળીને ખરીદ્યું છે જે મુંબઈનાં લોખંડવાલા કૉમ્પલેક્સની પાસે છે. મલાઇકા અને અર્જુન આ ઘરમાં રહેશે કે નહીં તેની જાણકારી મળશે નહીં. એટલું જરૂર છે કે અર્જુને ‘કૉફી વિથ કરણ સીઝન-૬’માં રીલેશન સ્ટેટ્સ પર એવો જવાબ આપ્યો જેમનાં અફેરની ખબરો ક્યાંકને ક્યાંક સાબિત થાય છે. અર્જુન કપૂર બહેન જ્હાન્વી કપૂર સાથે કરણ જોહરનાં રીયાલિટી શૉમાં પહોંચ્યો હતો. શૉ દરમિયાન કરણ જોહરે પુછ્યું, “શું તમે સિંગલ છો?” જવાબમાં અર્જુન કપૂરે કહ્યું કે, “ના, હું હવે સિંગલ નથી.”