ભાવનગર જિલ્લામાં ટ્રાફિક ડ્રાઈવ યોજવાની આઈ.જી. તથા એસ.પી.એ આપેલી સુચનાના ભાગરૂપે સિહોર પોલીસ દ્વારા યોજાયેલી વાહન ડ્રાઈવમાં ઘાતક હથિયારો સાથે નિકળેલી બોલેરો પીકઅપ વાન સાથે ૧ શખ્સને ઝડપી લેવાયો હતો. સિહોર પો.સ્ટે.ના પીઆઈ એચ.એમ. રાઉલજી તથા પીએસઆઈ સોલંકી સહિતનો સ્ટાફ આજે વળાવડ ગામે ભાવનગર હાઈવે પર ટ્રાફિક ડ્રાઈવમાં હતો તે દરમ્યાન ભજનસિંઘ કલ્યાણી જાતે સરદારજી ઉ.વ.ર૪ બોલેરો પીકઅપ વાન સાથે નિકળતા તેને રોકી તપાસ કરતા તેના કબ્જામાથી બે લોખંડની તલવાર, ૪ પાઈપ મળી આવતા સરદારજી કોઈ ગંભીર ગુનો આચરવાના ઈરાદે સાથે મળી આવતા જરૂરી કાર્યવાહી કરી ઘાતક હથિયારો તથા બોલેરો વાન મળી ૭પ હજારનો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.