બોલીવુડના જાણીતા ફિલ્મમેકર સંજય લીલા ભણસાલી થોડા મહિના અગાઉ પદ્માવત લઇને આવ્યા હતા. ફિલ્મને લઇને જેટલો વિવાદ થયો હતો એટલી ફિલ્મને સફળતા પણ મળી હતી. ભણસાલીની ફિલ્મ ખૂબ જ અલગ લેવલની હોય છે. ભણસાલીની ફિલ્મો ભવ્યતા પર વધારે ધ્યાન આપવામાં આવે છે. થોડાક દિવસો અગાઉ માહિતી મળી હતી કે ભણસાલી જલ્દી શાહરૂખ ખાન અને સલમાન ખાનને લઇને નવી ફિલ્મ બનાવવા જઇ રહ્યા છે. ફિલ્મને લઇને ઘણી વખત માહિતી મળી ચુકી છે. જો કે હજુ સુધી કોઇ સત્તાવાર માહિતી મળી નથી. હવે માહિતી મળી રહી છે કે ભણસાલી આ ફિલ્મમાં સલમાન-શાહરૂખની વચ્ચે દીપિકા પાદુકોણની એન્ટ્રી કરાવી દીધી છે.
રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મમાં દીપિકા પણ નજરે જોવા મળશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સલમાન-શાહરૂખે આ ફિલ્મ માટે પોતાની મંજૂરી પી દીધી છે. હાલમાં ફિલ્મની સ્ક્રિપ્ટ ઉપર ભણસાલી કામ કરી રહ્યા છે. એવામાં સ્પષ્ટ છે કે દીપિકા માટે પણ આ એક ટ્રીટ હશે. કારણ કે સલમાન સાથે એને એક પણ વખત કામ કર્યું નથી.
જ્યારે આ પહેલા શાહરૂખ-સલમાને એક સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. એવામાં પ્રશંસકો પણ આ બંને સુપરસ્ટાર્સને એક સાથે જોવા માટે આતુર છે. જો કે જલ્દી સલમાન ખાન મિત્ર શાહરૂખની ફિલ્મ ઝીરોમાં કિમીયો કરતો નજરે જોવા મળશે. જ્યારે દીપિકાએ ભણસાલી સાથે ઘણી ફિલ્મોમાં કામ કરી ચુકી છે. અને એ ફિલ્મોમાં રણવીર સિંહ પણ હતો. હવે જોઇએ કે સલમાન-શાહરૂખ સાથે એ આ ફિલ્મમાં ક્યારે જોવા મળે છે.