ક્રિકેટ પ્રશાસકોની સમિતિની સભ્ય ડાયના એડુલ્જીએ સોમવારે કહ્યું કે, સીનિયર ખેલાડી મિલાતી રાજને મહિલા ટી-૨૦ વિશ્વકપ સેમીફાઇનલથી બહાર રાખવાના વિવાદાસ્પદ નિર્ણય પર સવાલો ઉઠાવી શકાય નહી અને ગ્રુપ ચરણમાં અજેય રહેનારી ભારતીય ટીમ માટે તે ખુબ જ ખરાબ દિવસ હતો. ઇંગ્લેન્ડ વિરૂદ્ધ મેચમાં મિતાલીને બહાર રાખવા પર વિવિદ પેદા થઇ ગયો હતો. ભારતને તે મેચમા આઠ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો.
ભારતની પૂર્વ કેપ્ટન એડુલ્જીએ કહ્યું,’મને લાગે છે કે એક નાનકડી વાતને મોટું સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. ટીમ પ્રબંધક (હરમનપ્રીત કૌર, કોચ રમેશ પોવાર, ઉપ કપ્તાન સ્મૃતિ મંધાના અને પસંદગીકર્તા સુધા શાહ)એ વિજય સંયોજનને નહી છંછેડવાનો નિર્ણય લીધો, જે ખોટો સાબિત થયો. જોકેત ભારત જીતી જતું તો તેના પર કોઇ પ્રશ્નો ઉદ્ભવતા નહી.’ તેમણે કહ્યું,’આપણે પ્લેઇંગ ઇલેવન પર કોઇ કોઇ સવાલો ઉઠાવી શકીએ નહી. કૃણાલ પંડ્યાનું ઉદાહરણ જોઇ લો, જેની પ્રથમ ટી-૨૦માં ખુબ ધોલાઇ થઇ હતી પરંતુ ગઇ કાલે તેને શાનદાર વાપસી કરી. રમતમાં આ બધુ થાય છે.’
ઓસ્ટ્રિલાયાની વિરૂદ્ધ છેલ્લી પૂલ મેચમાં બહાર રહેલી મિતાલી ઇજાથી ઉભરીને ઇંગ્લેન્ડ સામે રમવા માટે ઉપલબ્ધ હતી. તેણે ટૂર્નામેન્ટમાં લીગદ ચરણમાં આયર્લેન્ડ અને પાકિસ્તાન વિરૂદ્ધ ૫૧ અને ૫૬ રન બનાવ્યા હતા. હરમનપ્રીતને આડે હાથ લેતા મિતાલીની મેનેજરે અનીશા ગુપ્તાએ કહ્યું હતું કે, મિતાલીને રાજનીતિ અને પક્ષપાતવાદ હેઠળ નિશાનો બનાવવામાં આવી છે.
એડુલ્જીએ કહ્યું કે, આ પ્રકારના નિવેદનની જરૂરીયાત ન હતી. તેમણે કહ્યું,’ભારત માટે ખુબ જ ખરાબ દિવસ હતો. બેટ્સમેનો પોતાની લયમાં આવ્યા નહી અને બોલિંગ સમયે ઓશએ મુશ્કેલીઓ પેદા કરી. સેમીફાઇનલમાં આ પ્રકારનું પ્રદર્શન અપેક્ષિત ન હતું.’ તેમણે એવું પણ કહ્યું કે, મિતાલી અને હરમનપ્રીત સાથે સીઓએની કોઇ બેઠક થવા નથી જઇ રહી.