આજરોજ શિક્ષકોની ભરતીમાં થતા અન્યાય અને ખાલી જગ્યાઓ હોવા છતાં શિક્ષકોની ભરતી નહીં થતી હોવાની માંગ લઈને ર૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ગાંધીનગરમાં ભરતી માટે શિક્ષણમંત્રીને રજુઆત કરી હતી.
ધોરણ – ૬ થી ૮ માં પ્રાથમિક વિદ્યાસહાયકોની ભરતી કરવા માટે માંગ કરી હતી. તેમના કહેવા મુજબ ગુજરાતમાં ર૦૮૦૦ શિક્ષકોની ઘટ હોવા છતાં સરકારે માત્ર ૩ર૬ર ની જ ભરતી કરી છે. જે ખરેખર ૧ર૪૮૦ ભરવાની થતી હતી. આમ વધારે જગ્યાઓ ફાળવી ભરતી કરવા માટે અમારી માંગ છે.