27સિહોરના મુકસેવક બ્રહ્મસમાજના નટુભાઈ ત્રિવેદીની લાડકી પુત્રીના લગ્ન પ્રસંગે મંદબુધ્ધિના આશ્રમ ખાતે ભોજન સમારોહ યોજી સમાજને નવો રાહ ચિંધ્યો હતો. વર્ષોથી સમાજસેવા તથા મંદબુધ્ધિ વાળા લોકો ની સેવાનો ભેખ ધારણ કરનાર નટુભાઈ ત્રિવેદી કે જેઓ ૪૫ વર્ષ થી આવા લોકો ની સેવા કરી રહયાછે નટુભાઈ ની આ સેવાથી સિહોર ના દરેક લોકો માહિતગાર છે કે સિહોર માં કોઈપણ પાગલ વ્યક્તિ આવે તો પ્રથમ નટુભાઈ જ તેને મળી તેના વિશે માહિતી મેળવેછે અને મંદબુદ્ધિ કે પાગલ મહિલા હોય તો પહેલા તેના ઘરે લઈ જઈ તેના પત્ની તથા પુત્રી ને પણ તેની સેવામાં લગાડે છે આવા લોકો ને નવરાવવા નવા કપડા પહેરાવી સાફ સુધરા કરવાની પણ જવાબદારી નટુભાઈ જ ઉપાડેછે આ જવાબદારીઓ વચ્ચે નટુભાઈ ના ઘેર પણ તેની વ્હાલસોયી દીકરીના લગ્ન પ્રસંગ આવ્યો તો નટુભાઈ દ્વારા કોઈપણ અન્ય ભોજન સમારોહ ન યોજીને નવો રાહ ચીંધ્યો કે માનવ પરિવાર મંદબુધ્ધિ આશ્રમ પીપરલા ખાતે આવેલ છે જયાં અંદાજે ૪૦૦ જેટલા મંદબુદ્ધિ ના લોકોને રાખવામાં આવે છે ત્રિવેદી પરિવાર દ્વારા આ ૪૦૦ લોકો નું ભોજન તૈયાર કરાવી પોતાની વ્હાલસોયી દીકરી ના લગ્ન પૂર્ણ થયા બાદ સાંજે પીપરલા પહોંચી દરેક ને ભોજન કરાવ્યું હતું જેમાં પરિવાર ના સભ્યો, વેવાઈ પક્ષ ના સભ્યો તથા ત્રિવેદી પરિવાર ના કુળવધુ એવા નગરપાલિકા પ્રમુખ દીપ્તિબેન ત્રિવેદી સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી નવો રાહ ચીંધવામાં સહભાગી બન્યા હતા.