કાર્તિક આર્યનની સાથે હવે સારા રોમાંસ કરતી દેખાશે

1058

થોડાક સમય પહેલા કરણ જોહરના ચેટ શોમાં સારા અલી ખાને ઇચ્છા વ્યકત કરી હતી કે તે અભિનેતા કાર્તિક આર્યનની સાથે ડેટ કરવા માટે ઇચ્છુક છે. હવે તેની આ ઇચ્છા પૂર્ણ થઇ રહી હોવાના હેવાલ મળ્યા છે. કાર્તિક આર્યનની સાથે તેને ફિલ્મમાં કામ કરવાની તક મળી ગઇ છે. રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો તે કાર્તિક સાથે એક ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. સારાએ ત્રીજી ફિલ્મ સાઇન કરી છે. જેમાં કાર્તિક જોવા મળનાર છે. સારા અલી ખાનને ઇમ્તિયાઝ અલીની આગામી ફિલ્મ મળી ગઇ છે. જેમાં કાર્તિક લીડ રોલમાં રહેશે. સારા માટે એક મોટી સફળતા છે. કારણ કે તેની પ્રથમ ફિલ્મ કેદારનાથ હજુ રજૂ કરાઇ નથી ત્યારે તેની પાસે એક પછી એક મોટી ફિલ્મ આવી રહી છે. હવે આ ફિલ્મ પણ આવી ગઇ છે. તેની પાસે રોહિત શેટ્ટીની ફિલ્મ પણ છે. કેદારનાથ ફિલ્મમાં તેની સાથે સુશાંત સિંહ રાજપુત કામ કરી રહ્યો છે. જ્યારે રોહિત શેટ્ટીની ફિલ્મ સિમ્બામાં તે રણવીર સિંહ સાથે કામ કરી રહી છે. હવે ત્રીજી ફિલ્મમાં કાર્તિક સાથે દેખાશે. પહેલાથી જ તે જાન્હવી કપુર કરતા આગળ દેખાઇ રહી છે. શ્રીદેવીની પુત્રીને સારા અલી ખાન ટક્કર આપી શકે છે. કાર્તિક સાથે તે ડેટ પર જવા માટે ઇચ્છુક છે ત્યારે આ પ્રકારની ફિલ્મને તે કઇ રીતે છોડી શકે છે. કાર્તિકે પ્રતિક્રિયા આપતા કહ્યુ છે કે સારા સાથે ફિલ્મને લઇને તે આશાવાદી છે. સારા અલી બોલિવુડમાં યુવા પેઢીમાં સૌથી આશાસ્પદ સ્ટાર તરીકે હવે ઉભરી રહી છે. સેફની પુત્રી પાસેથી સારા અભિનયની  આશા ચાહકો રાખે છે.

Previous articleભવિષ્યમાં ફોર્મ્યુલા ફિલ્મો ચાલવાની નથીઃ ચિત્રાંગદા
Next articleહવે પ્રભાસ પિરિયડ રોમાન્સ ફિલ્મ પુજા હેગડેની સાથે કરશે