ભાજપના કાર્યાલય કમલમ ખાતે એક ગૌરક્ષકને ભાજપના કાર્યકરોએ ખરાબ રીતે માર મારીને કાઢી મુકવાનો કિસ્સો સામે આવ્યો છે. આ ગૌરક્ષક એક મંદિરના મહંત હતા તેવું જાણવામાં આવ્યું છે. મહેસાણાના એક મહંત ધરમદાસ બાપુએ આજે ગૌહત્યાના વિરોધમાં કમલમ ખાતે આમનતરણ ઉપવાસ પાર બેસ્યા હતા. તેઓએ માંગણી કરી હતી કે ભાજપ સરકાર દ્ધારા બને તો ગાયને રાજ્યમાતા જાહેર કરવામાં આવે. જો આવું કરવામાં નહિ આવે તો તેઓ ગુજરાતના કોઈપણ સ્થળે જઈને અગ્નિદાહ કરશે જેની સંપૂર્ણ જવાબદારી ભારતીય જનતા પાર્ટીની રહેશે. તેઓએ લેખિતમાં આની જાણ રાજ્ય સ્ટેટ કન્ટ્રોલ પોલીસ ભવન સેક્ટર ૧૮ ખાતે પણ કરી હતી.
જો કે આજે તેઓ ત્યાં ગૌહત્યાના વિરોધમાં બેસ્યા હતા ત્યારે ભાજપના કાર્યકરોએ તેમને આવીને ઉઠાડી મૂક્યાં હતા અને ગૌરક્ષક મહંત સાથે મારામારી કરી તેઓ પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. વધુમાં મહંતે એવું જણાવ્યું હતું કે કોંગ્રેસ કે અન્ય કોઈ પક્ષ તેમની માંગણીઓ સ્વીકારશે તો તેઓ તેનો પ્રચાર જરૂર કરશે.
સરકાર ગૌમાતાને રાજ્યમાંત ઘોષિત કરે, ગુજરાત રાજ્યમાં રખડતી ગાયો માટે ગૌ-શાળા બનાવે, ગૌચર – જમીન ખાલી કરાવો, સંતો – મહંતોને સન્માન મળે અને મંદિર તોડવામાં ના આવે, ગૌ રક્ષકો, ગૌ ભક્તોને સરકાર સહકાર આપે, તમામ સાધુ,સંતો, આશ્રમો, મંદિરો અને હિન્દૂ ધાર્મિક સ્થળો, ગૌ શાળામાં લાઈટ રેસીડેન્સી રેટ પાર આપવામાં આવે, દરેક ગૌ-શાળાઓમાં વિના મુલ્ય પાણી આપવું, ગુજરાતમાં ગૌ-મંત્રાલયની અલગથી સ્થાપના કરવી., દરેક પાજળાપોળનું રજીસ્ટર રાખવું અને, પાંજળાપોળ તથા ગૌ-શાળાનું દર ૬ મહિને ઓડિટ કરવું, ગાંધીનગર જે રાજ્યુનું મુખ્ય મથક હોવા છતા પણ ગૌ-માતાઓ માટે ગૌ-શાળા નથી, એ ખુબ જ ગંભીર બાબત છે માટે ત્વરીત ગૌ-શાળા બનાવવી.