બાબુભાઈ રામની કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી તરીકે નિમણુંક થતા સર્વત્ર ખુશીનો માહોલ

1236

બાબરીયાવાડના સર્વજ્ઞાતિના લોકલાડીલા કોંગ્રેસ નેતા બાબુભાઈ રામભાઈની પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી પદે નવનિયુક્ત થતા બાબરીયાવાડમાં ખુશીનો માહોલ છવાયો છે. બાબરીયાવાડના સર્વજ્ઞાતિના લોકલાડીલા નેતા અને કોંગ્રેસ પક્ષના હોનહાર યુવા કાર્યકરને પ્રદેશ કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા નિર્વાદી પ્રદેશ મહામંત્રી પદ જેવા ઉચ્ચ હોદ્દાની નિમણુંક થતા બાબરીયાવાડમાં સર્વજ્ઞાતિમાં ખુશીનો માહોલ જેમાં ખાસ કરીને આહિર સમાજ, કાઠી ક્ષત્રિય સમાજ, મુસ્લિમ સમાજ, વણકર સમાજ સહિત તમામ જ્ઞાતિઓના આગેવાનો દ્વારા અભિનંદનની વર્ષા થઈ રહી છે. બાબુભાઈ રાજુલામાં ન હોય તો તાલુકા પંચાયત કચેરીના ચેરમેન ભીખાભાઈ પીંજર તથા તાલુકા પ્રમુખ બળવંતભાઈ લાડુમોર, ઉપસરપંચ જગુભાઈ ધાખડા પાસે બાબુભાઈ રામને મહામંત્રી પદની વધાઈઓ આપવા લોકોની ભીડ રહે છે.

Previous articleમોટા ઉમરડા ખાતે શાળા આરોગ્ય કાર્યક્રમનો પ્રારંભ
Next articleપ્રદેશ ભાજપ કોર કમિટિના હીરાભાઈ સોલંકીના પુત્રનો સગાઈ પ્રસંગ ઉજવાયો