ભાવનગર જિલ્લા તથા મહાનગરપાલિકાના સંયુકત ઉપક્રમે શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થય અંતર્ગત બાળકોની તબીબી ચકાસણી અભિયાનનો પ્રારંભ કરાવતા મંત્રી વિભાવરીબેન દવે, બાળકોના આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત તા.૨૭/૧૧/૨૦૧૮થી તા.૧/૨/૨૦૧૮ સુધી શાળા આરોગ્ય તપાસણી સપ્તાહ ચાલનાર છે. ભાવનગર જિલ્લાના બાળ આરોગ્ય તપાસણી અભિયાન કાર્યક્રમ અંતર્ગત મંત્રીએ જણાવ્યુ હતું કે, તા.૨૭/૧૧/૨૫૦૧૮ થી તા.૦૧/૦૨/૨૦૧૮ સુધી ગુજરાત સરકારના આયોજન મુજબ નવજાત શીશુ થી ૬ વર્ષના આંગણવાડીના બાળકો ધોરણ ૧ થી ૧૨ ના તમામ વિધાર્થીઆ ે(સરકારી-ખાનગી શાળા) ૧૮ વર્ષ સુધીના શાળાઓ જતા/ ન જતા બાળકો, અનાથ આશ્રમન બાળકો તથા પરંપરાગત ધાર્મિક શિક્ષણ આપતી સંસ્થાઓ, મદ્રેશા વગેરેના બાળકોની આરોગ્ય તપાસ અને સારવાર અર્થે શાળા આરોગ્ય તપાસણી આ આખા સપ્તાહ દરમિયાન હાથ ધરવામાં આવનાર છે.
સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન યુવરાજસિંહે જણાવ્યું હતું કે, ભાવનગર મહાનગરપાલિકા હસ્તકના ૩૦૭ આંગણવાડીઓ, ૧૦૯ ખાનગી બાલમંદિરો, ૨૮૬ પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓ તથા ૧૦ અન્ય શાળાઓના બાળકો થઇને કુલ ૧૬૭૦૦૬ બાળકોની આરોગ્ય તપાસણી કરવાનું આયોજન કરવામાં આવેલ છે.
આ કાર્યક્રમ દરમ્યાન ભાવનગર જિલ્લાના અધિક જિલ્લા આરોગ્ય અધિકારી એ.કે. તાવિયાડે જણાવ્યુ હતુ કે, જિલ્લાની ૧૦૮૨ પ્રાથમિક શાળાઓ, ૨૭૦ માધ્યમિક શાળાઓ, ૧૬૩૭ આંગણ વાડીઓ તેમજ ૨૦ જેટલી અન્ય શાળાઓ ખાતે આરોગ્ય તપાસણી ફરજ ઉપરના સરકારી ડોકટરો, કર્મચારીઓ અધિકારીઓ દ્વારા કુલ ૪,૬૯,૪૮૪ જેટલા બાળકોની આરોગ્ય તપાસણી હાથ ધરવામાં આવનાર છે.
આરોગ્ય તપાસણી અભિયાન કાર્યક્રમમાં ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ વક્તુબેન મકવાણા, ડેપ્યુટી મેયર અશોકભાઇ બારૈયા ડેપ્યુટી કમિશ્નર ગોવાણી, ચેરમેન સ્ટેન્ડીંગ કમિટી યુવરાજસિંહ ગોહિંલ, રાજેશભાઇ રાબડીયા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી એ.કે. તાવિયાડ, શાસકપક્ષના નેતાશ્રી પરેશભાઇ પંડયા અન્ય અધિકારી/પદાધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.