દલિત આગેવાન જીજ્ઞેશ મેવાણી સિહોર તાલુકાના અગિયાળી ગામે દલિત સમાજ આયોજીત સ્નેહમિલન કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા. કાર્યક્રમની શરૂઆત બાબાસાહેબની પ્રતિમાને ફુલહાર કરીને ઉપસ્થિત આગેવાન જીજ્ઞેશ મેવાણીનું સ્વાગત કરાયું હતું.
જીજ્ઞેશે સરકારને આડે હાથ લેતા જણાવ્યું હતું કે ચૂંટણી આવે ને જશે પણ આ વખતની ચૂંટણીમાં થાનગઢ ઉના ઘટનાઓ યાદ રાખજો. રર વર્ષના શાસનમાં સરકારે સતત તાનાશાહી જ કરી છે. બાંધી અને પુરીને લાકડીઓ વરસાવી છે એ ભુલી ન થતા. સમગ્ર ગુજરાતમાં રેપની ઘટનાઓ વારંવાર બને છે. છાશવારે બને છે જે શરમજનક છે.
ગઈકાલે બનેલી ગઢડાના રસનાળ ગામની માસુમ દિકરી પર રેપની ઘટના સખ્ત શબ્દોમાં વખોડી કાઢી હતી. કાર્યક્રમમાં દલિત અગ્રણીઓ મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.