હિંમતનગરના ગામડી નજીક ટ્રિપલ અકસ્માત થયો હતો. કાર, ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત બાદ આગ લાગી હતી. જેમાં અકસ્માત બાદ ટ્રક વીજતારને અડકી જતા આગ લાગી હતી. જોકે સમયસર ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો.
આ અકસ્માતમાં કારનું ટાયર ફાટતા સામેની સાઈડમાં અકસ્માત સર્જ્યો હતો. જેમાં અકસ્માતમાં ઘાયલ બે લોકોને હોસ્પિટલ ખસેડાયા હતા. ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
હિંમતનગરના ગામડી નજીક બાઈક કાર અને ટ્રક વચ્ચે ત્રિપલ અકસ્માત થયો હતો. ત્રણેય વાહનોમાં આગ લાગી હતી. ફાયરે આગ પર કાબૂ મેળવ્યો હતો. સામેના ટ્રેક પર આવતી કારનું ટાયર ફાટતા સામેની સાઈડે જતી બાઈક અને ઉભેલી ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં બે વ્યક્તિને ઈજા થઇ હતી.