હીમાલીયા મોલ પાર્કીંગમાં લેવાતો ચાર્જ બંધ કરાયો

1017

તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટે મલ્ટીપ્લેકસના પાર્કીંગમાં આજે ન લઈ શકાય તેવો ચુકાદો આપ્યો હોવા છતા ભાવનગર શહેરના કાળીયાબીડ પાણીની ટાંકી પાસે આવેલા હીમાલીયા મોલના પાર્કીંગમાં રૂા. ૩૦ આજે વસુલાતો હોવાની પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી લાલભા ગોહિલ તેમજ યુવક કોંગ્રેસના કિશોર કંટારિયા, ભાવિન ઓઝા, કિશનમેર સહિતે ભાવનગર કલેકટર તથા કમિશ્નર સમક્ષ રજુઆત કરીને પાર્કીંગમાં લેવાતો આજે બંધ કરાવવા માંગણી કરી હતી.

કોંગી આગેવાનોની રજુઆતના પગલે મહાપાલિકાના અધિકારીઓ સ્થ્ળ પર પહોંચ્યા હતા અને હિમાલીયા મોલમાં પાર્કીંગમાં ઉધરાવાતો આજે બંધ કરાવ્યો હતો. આમ કોંગી આગેવાનોની રજુઆતનો ત્વરીત અમલ કરાવતા હવે વાહન ચાલકોને પાર્કીંગ ફી ચુકવવામાંથી રાહત મળશે.

Previous articleપત્નીને મરવા મજબુર કરનાર પતિ, સાસુને કેદ
Next articleચોકીદારની હત્યા, લૂંટમાં ઝડપાયેલ ધવલ સોલંકી ૮ દિવસ રીમાન્ડ પર