મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી માટે ૧ ડિસે.થી નોંધણી શરૂ

822

રાજ્યના ખેડૂતોને ખેત ઉત્પાદનના પોષણક્ષમ ભાવો આપવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. રાજ્યમાં મગ તથા અડદની લઘુતમ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. જે માટે ૧લી ડિસેમ્બર-૨૦૧૮થી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરુ કરવામાં આવશે. અને આગામી ૧૦મી ડિસેમ્બરથી ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૯ સુધી ખરીદી કરાશે. રાજ્યમાં મગ માટે ૩૦ તથા અડદ માટે ૬૨ મળી કુલ ૯૯ ખરીદ કેન્દ્રો પરથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ખેડુતોને પોષણક્ષમ ભાવો મળી રહે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા દ્ભસ્જી-૧૮માં લઘુતમ ટેકાના ભાવે મગ રૂા.૬૯૭૫/ પ્રતિ ક્વિન્ટલ અને અડદ રૂ.૫૬૦૦/ પ્રતિ ક્વિન્ટલ ખરીદી કરવાનું નક્કી કરાયુ  છે. જે ખેડુતો પોતાનો મગ/અડદનો જથ્થો વેચવા માગતા હોય તેઓએ ૈ-ઙ્ઘજ પોર્ટલ પર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાનું ફરજિયાત રહેશે.

ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે ખેડુતોએ ચાલુ વર્ષમાં મગ તથા અડદના વાવેતરના ઉલ્લેખ સાથેના નમૂના ૭/૧૨, ૮-અ, આધાર કાર્ડ તથા બેન્કની વિગતો રજૂ કરવાની રહેશે. ૭/૧૨માં વાવેતરનો ઉલ્લેખ ના હોય તો વાવેતર અંગે તલાટી અથવા ગ્રામ સેવકનો દાખલો રજૂ કરવાનો રહેશે. મગ તથા અડદનો જથ્થો ભારત સરકાર દ્વારા નિયત કરેલ ધારા ધોરણ અનુસાર ફેર એવરેજ ક્વોલિટી મુજબનો ખરીદવામાં આવશે. આ અંગે ખેડુતોએ વધુ વિગતો માટે ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી.ના તાલુકા ગોડાઉનના મેનેજર તથા જિલ્લા કચેરીના નાયબ જિલ્લા મેનેજરનો સંપર્ક કરવા વધુમાં જણાવાયું છે.

Previous articleસાસણ નજીક દેવળીયા સફારી પાર્કમાં સિંહનો હુમલો, વન વિભાગના એક કર્મચારીનું મોત
Next articleOBC પંચ સાથે પાટીદારોની બેઠક પૂર્ણ, અનામત નહીં મળે ત્યાં સુધી આંદોલન કરવાનો લલકાર