વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની કનેક્ટિવિટી અને ટૂરિઝમને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે હવે સી-પ્લેન માટે નર્મદા ડેમ ખાતે વોટર એરોડ્રોમ બનાવવાની જાહેરાત બાદ પ્રવાસીઓને આકર્ષવા માટે સરદાર સરોવર ડેમના પાછળના ભાગે બોટિંગ સુવિધા શરૂ થઈ રહી છે. આગામી સપ્તાહથી નર્મદા નદી પાસેના વિયર ડેમમાં કેપ્સ્યૂલ બોટ અને વોટર બાઈકની સેવાનો લાભ પ્રવાસીઓને માણવા મળશે. પ્રવાસીઓને આકર્ષવા માટે હાઉસ બોટની સુવિધા પણ શરૂ કરાઈ છે.
નર્મદા બંધના પાછળના ભાગે પ્રથમ વાર આ બોટિંગ સુવિધા કરવામાં આવી રહી છે. નર્મદા નદીમાં આગળના ભાગે વિયર ડેમ પાસે પાણીની ઊંડાઈ વધુ છે ત્યાં કેપ્સ્યૂલ બોટ અને વોટર બાઈક સપ્તાહથી શરૂ થઈ રહી છે એક બોટની કેપેસિટી ૧૦૦ પ્રવાસીઓની છે. બીજી બોટની કેપેસિટી ૩૦ પ્રવાસીઓની છે. આ બોટિંગ પોઇન્ટ પર જવા માટે પ્રવાસીઓએ ફ્રેમના ચેકિંગ પોઇન્ટ પર જવાનું રહેશે, જ્યાં પ્રવાસીઓને એક બસ મળશે. જે પ્રવાસીઓને બોટિંગ પોઇન્ટ સુધી લઇ જશે. બોટિંગ માટેનો ચાર્જ વ્યક્તિદીઠ રપ૦ રૂપિયા, બાળકો, સિનિયર સિટીઝન અને આર્મીમેન માટે રૂપિયા ૧૦૦ છે. સરદાર સરોવર ડેમના પાછળના ભાગે બોટિંગ સુવિધા શરૂ કરવામાં આવી રહી છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, કારણ કે છેલ્લા ર૭ દિવસમાં ૩ લાખ પ્રવાસીઓએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે.