ચિતલ સરસ્વતી વિદ્યા મંદિર ખાતે રણછોડદાસ હોસ્પિટલ રાજકોટ અને વીદ્યા ભારતી ટ્રસ્ટ દ્વારા સદ દર્શન આશ્રમ ગોંડલના સહયોગથી ૪૯ નેત્રયજ્ઞ યોજાયો જેનું ઉદ્દઘાટન જલારામ મંદિર બાબર પ્રમુખ નંદલાલભાઈ કોટકના વરદ હસ્તે કરવામાં આવેલ આ તકે મનુભાઈ દેસાઈ, કનુભાઈ ચાવડા, અશોકભાઈ નિર્મલ, રમાબેન ચાવડા વિગેરે હાજર રહેલ. કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટના પ્રમુખ ઈતેશભાઈ મહેતાના વડપણ નીચે વજુભાઈ સેજપાલ, બીપીનભાઈ દવે, વિપુલભાઈ લિબસિયા, ધીરૂભાઈ મજેઠીયા, ઘનશ્યામભાઈ નાડોદા, સંજયભાઈ લિબાસીયા, છગનભાઈ પટેલ વિગેરે જહેમત ઉઠાવેલ. કાર્યક્રમનું સંચાલન કવિ કનુભાઈ લિબાશીયા કરેલ.