હાફીઝ અને દાઉદ વિરાસતમાં મળેલા મુદ્દા છે : ઇમરાન ખાન

632

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને આજે ફરી એકવાર આકરી પ્રતિક્રિયા આપી હતી. પાકિસાતાનના વડાપ્રધાને કહ્યું હતું કે, ત્રાસવાદીઓ ઉપર અંકુશ મેળવવા માટે બિનજરૂરી પ્રહાર તેમના ઉપર કરવામાં આવી રહ્યા છે. આતંકવાદીઓને આશ્રય આપવાના રુપમાં પાકિસ્તાન સમગ્ર દુનિયામાં બદનામ થઇ રહ્યું છે. ઇમરાને કહ્યું હતું કે, આ બાબત તેમના દેશના હિતમાં નથી. તેમની જમીનનો ઉપયોગ બહાર આતંકવાદ ફેલાવવા માટે થાય તે બાબત યોગ્ય નથી. ઇસ્લામાબાદમાં ભારતીય પત્રકારો સાથે વાતચીત કરતા ઇમરાન ખાને કહ્યું હતું કે, ઇતિહાસથી અમને સિખવાની જરૂર છે. ઇતિહાસમાં રહેવું જોઇએ નહીં. મુંબઈ હુમલાના અપરાધી હાફીઝ સઇદના સંદર્ભમાં પુછવામાં આવતા પાકિસ્તાની વડાપ્રધાને કહ્યું હતું કે, તેમની સરકારને આ વિવાદવાળા મામલા વિરાસતમાં મળ્યા છે. તેમના પર સીધા પ્રહાર કરતા ઇમરાન ખાને કહ્યું હતું કે, પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ પણ આના માટે જવાબદાર છે.

ભૂતકાળ માટે તેમને કોઇ કિંમતે જવાબદાર ઠેરવી શકાય નહીં. હાફીઝ અને દાઉદ ઉપર ઇમરાને કહ્યું હતું કે, વિરાસતમાં આ વિવાદ મળ્યા છે. દાઉદ અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં ઇમરાને કહ્યું હતું કે, અમે ભૂતકાળમાં રહી શકીએ નહીં. અમારી પાસે પણ ભારતમાં વોન્ટેડ લોકોની યાદી છે. દાઉદ ૧૯૯૩ના મુંબઈ બ્લાસ્ટમાં માસ્ટરમાઇન્ડ છે અને તે પાકિસ્તાનમાં રહે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇકાલે કરતારપુર કોરિડોરના શિલાન્યાસ કાર્યક્રમમાં ઇમરાને સંબંધ સુધારવાની વાત કરી હતી.  ઇમરાને કહ્યું હતું કે, પાકિસ્તાની સરકાર અને સેના વચ્ચે હંમેશા મતભેદના સમાચાર રહે છે પરંતુ પાકિસ્તાની સેના અને સરકાર બંને ભારત સાથે સારા સંબંધ ઇચ્છે છે. ભારત સાથે સારા સંબંધોને લઇને બંનેના એક મત રહેલા છે. ઇમરાને કહ્યું હતું કે, બંને તરફથી ભુલો થઇ છે પરંતુ જ્યાં સુધી આગળ વધીશું નહીં ત્યાં સુધી દુશ્મની ખતમ થઇ શકશે નહીં.

Previous articleયોજનાબદ્ધ રીતે પીઓકેમાં ઓળખ બદલી રહ્યું છે પાકિસ્તાનઃ બિપીન રાવત
Next articleઇસરોની સિદ્ધી : એક સાથે ૩૧ સેટેલાઇટ સફળ રીતે લોંચ થયા