ગુજરાત રાજ્ય સરકારના સહયોગથી કામધેનું યુનિવર્સિટી, ગાંધીનગર દ્વારા માનસિંહભાઇ ઇન્સ્ટીટ્યુટ ઓફ ડેરી એન્ડ ફુડ ટેકનોલોજી, મહેસાણાના યજમાનપદે નમો ઇ-ટેબલેટના વિતરણનો કાર્યક્રમ તાજેતરમાં યોજાયો હતો.
ડિઝીટલ ઇન્ડિયાની પહેલ થકી યુવાનોને બદલતા યુગની સાથે વિશ્વની સાથે કદમ મિલાવવા માટે કોલેજના ૨૩૨ વિદ્યાર્થીઓને ઇ-ટેબલેટ ખૂબ ઉપયોગી નીવડશે. સાંપ્રત ઇન્ટરનેટના યુગમાં ઇ-ટેબલેટનો સકારાત્મક ઉપયોગ વિદ્યાર્થીના વિકાસ માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે. આ પ્રસંગે કામધેનું યુનિવર્સિટીના કુલપતિ ડો.એન. એચ. કેલાવાલા, સંશોધન નિયામક ડો.ડી.બી. પાટીલ, નિયામક વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિઓના ડો.બી.એન. પટેલ તેમજ કોલેજના એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર પી.આર.પટેલ તેમજ આચાર્ય ડો. ડી. એ. શુકલા ઉપસ્થિત રહ્યા હતા.