પાઠ્યપુસ્તક મંડળની વધુ એક બેદરકારી  ગુજરાતના નકશામાંથી ૭ જિલ્લા જ ગાયબ

842

પાઠ્‌ય પુસ્તક મંડળની બેદરકારી ફરી એકવાર સામે આવી છે. ગુજરાતના નકશામાંથી ૭ જિલ્લા ગાયબ છે. ધોરણ-૬ના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમા ંવિદ્યાર્થીઓ ને મોડા મળેલા આ પુસ્તકમાં છબરડો દેખાયો છે. બોટાદ, અરવલ્લી, છોટાઉદેપુર, મહિ સાગર જિલ્લાનો સીમાકંન નહીં. તેમજ તાપી, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા જિલ્લાનો પણ સીમાંકનનો સમાવેશ નહીં.

ધોરણ-૬ના પાઠ્‌યપુસ્તકમાં છબરડાના મામલે ય્ઝ્રઈઇ્‌ ના ડાયરેક્ટર ટી.એસ.જોશીએ નિવેદન આપ્યું છે. જોશીએ જણાવ્યું છે કે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. ક્ષતિ હશે તો નવા પાઠ્‌યપુસ્તકમાં સુધારો કરાશે. દહેરાદૂનની સંસ્થાના પ્રમાણિત હોય એ જ મુકાય છે. દહેરાદૂનની સંસ્થામાંથી વિગતો મંગાવવામાં આવશે

ઉલ્લેખનિય છે કે અગાઉ શાળમાં સંસ્કૃત વિષય માટે આવેલા પુસ્તકોમાં એક એવું તથ્ય આપવામાં આવ્યું હતુ કે, જેને નાનું બાળક પણ પકડી શકે છે. જોકે આ પુસ્તકમાં સીતાનું અપહરણ કરનારનું નામ રાવણ નહી પણ રામ જણાવવામાં આવ્યું હતુ.

ધો.૧૨ના અંગ્રેજી માધ્યમના સંસ્કૃતના પુસ્તકમાં મોટો છબરડો જોવા મળ્યો હતો. અધિકારીઓએ તેના માટે અનુવાદકને જવાબદાર ગણાવતાં હાથ અદ્ધર કરી લીધા હતા. તેમજ પ્રિન્ટીંગને કારણે ભુલ થયાનો પાઠ્‌ય પુસ્તક મંડળે પોતાનો બચાવ કર્યો હતો. સવાલ એ છે કે આ પ્રકારની ભુલ બાળમાનસ પર કેવી અસર છોડશે તેમજ પુસ્તકોમાં અવાર નવાર થતાં છબરડા કોના પાપે થાય છે કેમ પુસ્તક છપાતા પહેલા બરાબર પ્રુફ રિડિંગ કરવામાં આવતું નથી.

પુસ્તક ‘ઇંટ્રોડક્શન ટું સંસ્કૃત લિટ્રેચર’ના પાના નંબર ૧૦૬ પર લખવામાં આવ્યું હતુ, ‘અહીં કવિએ પોતાના મૌલિક વિચાર અને વિચારથી રામના ચરિત્રની સુંદર તસવીર રજૂ કરી હતી. રામ દ્વારા સીતાનું અપહરણ કર્યા બાદ લક્ષ્મણ દ્વારા રામને આપવામાં આવેલા સંદેશનું સુંદર વર્ણન કરવામાં આવ્યું હતુ. તમને જણાવી દઇએ કે અહીં રામની જગ્યાએ રાવણ લખવાનું હતું.

ભારતના વિદ્યાર્થીઓ આવી રીતે સંસ્કૃત શીખશે તો કઇ દિશામાં જશે ભણતર એ એક ચિંતાની બાબત છે.

Previous articleઅમિત ચૌધરીની ભાજપ યુવા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે પસંદગી
Next articleનર્મદા કેનાલમાં ૩૦ ફૂટનું ગાબડું બે ગામો બન્યા સંપર્ક વિહોણા