નર્મદા કેનાલમાં ૩૦ ફૂટનું ગાબડું બે ગામો બન્યા સંપર્ક વિહોણા

693

સુરેન્દ્રનગર નર્મદા કેનાલમાં ગાબડું મોટું પડતાં બે ગામો સંપર્ક તૂટ્યો છે. કેનાલના પાણી ફરી વળતા પાંચ કિમી સુધી અનેક ખેતરમાં પાણી ભરાઇ ગયા છે. વર્ષો પછી અનેક રજૂઆતો કરવાથી બનાવામાં આવેલો રોડ પણ ઘોવાઇ ગયો છે. મહત્વનું છે, કે વઢવાણના મળોદ અને વાઘેલા વચ્ચે કેનાલમાં ગાબડું પડ્‌યું હતું.

કેનાલ પાણીથી છલો છલ ભરેલી છે અનેક જગ્યાએ કેનાલની હાલક જર્જરીત હાલતમાં હોવાથી જોખમ વધી રહ્યું છે. આ કેનાલમાં ૩૦ ફુટનું ગાબડું પડ્‌યું છે. કેનાલના પાણી ગામમાં ઘૂસ્યા હોવાથી ગામ લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગામની પ્રાથમિક શાળા ફરતા પાણી ભરાયા શાળા બંધ કરવાની ફરજ પડી હતી.

વાઘેલાના સરપંચ ખુદ પાણીમાં ફસાયા હોવાના પણ અહેવાલ મળી રહ્યા છે. કેનાલમાં આશરે ૩૦ ફૂટ જેટલું ગાબડું પડવાને કારણે વાધેલા ગામના મોટા ભાગના ખેડૂતોના પાકને નુકશાન થયું છે.

કેનાલમાં વધારે માત્રામાં પાણી ભરેલુ હોવાથી ખેતરોમાં પાંચ કિ.મી સુધી પાણી ભરાઇ ગયા હતા. પાણી ભરાઇ જવાથી બે ગામો સંપર્ક વિહોણા બની ગયા છે. કેનાલ હાલત જર્જરીત હોવાથી બીજી જગ્યાઓ પર પણ ગાબડાઓ પડવાની શક્યતાઓ છે.

 

Previous articleપાઠ્યપુસ્તક મંડળની વધુ એક બેદરકારી  ગુજરાતના નકશામાંથી ૭ જિલ્લા જ ગાયબ
Next articleદિલ્હીની જેમ ૧પ૦ સંગઠનો સાથે ગુજરાતમાં ખેડૂતો વિરોધ પ્રદર્શન કરશે