૨૨ મી નવેમ્બર, ૧૭ ના રોજ સવારે ૯ઃ૩૦ કલાકે ‘રિસેંટ ટ્રેંડ્સ ઇન મેમ્બ્રેન એંડ સેપેરેશન ટેક્નોલોજી’ ૨૦૧૭ નું ઉદઘાટન કરવામાં આવ્યુ અને તેનો પ્રારંભ સીએસએમસીઆરઆઇ ભાવનગર ખાતે જાહેર કરવામાં આવ્યો.
સલામત અને સ્વાસ્થ્યપ્રદ પીવાનું પાણી માનવ અસ્તિત્વ માટે જ નહીં, પણ તંદુરસ્ત જીવન જીવવા માટે પણ જરૂરી છે, જોકે, પ્રદૂષણમાં વધારો થવાથી માનવીને ગુણવત્તાયુક્ત પીવાનું પાણી શોધી કાઢવું વધુ મુશ્કેલ બને છે. આ સમસ્યા માટે ના નવીન ઉકેલો શોધવા સંશોધન સમુદાયની ફરજ છે, જેને નિભાવવામાં સેન્ટ્રલ સોલ્ટ શ્રેષ્ઠતા ધરાવે છે. ભાવનગરમાં આવેલ સેન્ટ્રલ સોલ્ટ પાણીના શુદ્ધિકરણ માટે કિફાયતી તકનીકીઓ વિકસાવવા અને વ્યાપારીકરણ માટે કામ કરી રહી છે.
સેન્ટ્રલ સોલ્ટ પાણીના શુદ્ધિકરણના ક્ષેત્રમાં કામ કરતા પાંચ દાયકાથી વધુનો પ્રભાવશાળી અનુભવ ધરાવે છે.
ખાતે વિકસિત જળ શુદ્ધિકરણ માટેની મેમ્બ્રેન ટેકનોલોજીએ ઉદ્યોગો અને માનવ વપરાશના પાણીની માંગને ઘટાડવા માટે દરેકની અપેક્ષાઓને પૂરી પાડી છે. સીએસએમસીઆરઆઇ દ્વારા વિવિધ મેમ્બ્રેન પ્રૌદ્યોગિકીના વ્યાપક પ્રસાર માટે લાઇસન્સ આપવામાં આવેલ છે. સી.એસ.આઈ.આર.- સીએસએમસીઆરઆઈ ના સંશોધકો વિવિધ સમુદાયોને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવા માટે ઉકેલો વિકસાવી રહ્યા છે, જ્યાં વિવિધ પ્રકારની સમસ્યાઓ છે જેમ કે ખારાશ, પાણી જન્યરોગો , આર્સેનિક, ફલોરાઇડ વગેરે માટે વિકસાવેલી ટેક્નોલોજી દ્વારા પાણી ને શુદ્ધ કરી શકાય છે .
આર ટી એમ એસ ટી ૨૦૧૭ ના પ્રારંભ સમારોહ ની શરૂઆત દીપ પ્રાગટ્ય અને રાષ્ટ્રગાન થી કરવામાં આવી હતી. આ સમારોહ ના મુખ્ય અતિથિ બીએઆરસી ના ડૉ પી.કે. તિવારી, ભાવનગર યુનિવર્સીટી ના વાઈસ ચાન્સેલર ડૉ શૈલેષ ઝાલા, સંસ્થા ના ભૂતપૂર્વ ડાઇરેક્ટર ડૉ પી.કે.ઘોષ અને સંસ્થાના વર્તમાન ડાઇરેક્ટર ડૉ. અમિતવ દાસ હાજર રહ્યા હતા. ડૉ પી.કે.તિવારી એ તેમના સમારોહ દરમિયાન ના વક્તવ્ય માં જણાવ્યુ કે કઈ રીતે દિવસે ને દિવસે પાણી ની અછત ઊભી થતી જાય છે અને ડિસેલીનેશન ની માર્કેટ ડીમાંડ વધતી જાય છે. ડૉ શૈલેષ ઝાલા એ કોન્ફરન્સ માટે વિવિધ પ્રકારની મેમ્બ્રેન તકનીકી માં સેન્ટ્રલ સોલ્ટ ના કાર્ય ને બિરદાવ્યું હતું. ડો પી કે ઘોષે પાણી ની સમસ્યા ના સંપૂર્ણ ઉકેલ માટે સંશોધન કરવાની પ્રેરણા આપી હતી અને રીજેક્ટ વોટર મેનેજમેન્ટ અંગે સંશોધન કરવા જણાવ્યું હતું.
સંસ્થા ના ડાઇરેક્ટર ડૉ. અમિતવ દાસે કામગીરી નું વિવરણ કર્યું હતું અને જણાવ્યું હતું કે સી.એસ.આઈ.આર વિશ્વના સરકારી સહાય થી ચાલતી સંસ્થાઓ માંનવમું અને વિશ્વની તમામ રીસર્ચ સંસ્થાઓ માં ૭૫ મુ સ્થાન ધરાવે છે, જે ટોપ-૧૦૦ માં સમાવિષ્ટ ભારત ની એકમાત્ર સંસ્થા છે.
‘રિસેંટ ટ્રેંડ્સ ઇન મેમ્બ્રેન એંડ સેપેરેશન ટેક્નોલોજી’ કોન્ફરન્સ ૨૦૧૭ સેન્ટ્રલ સોલ્ટ ભાવનગર ખાતે બે દિવસ ૨૨ અને ૨૩ મી નવેમ્બર ૨૦૧૭ ના રોજ યોજવામાં આવી રહી છે. સમગ્ર રાષ્ટ્રમાં મેમ્બ્રેન ટેકનોલોજીના ક્ષેત્રમાં કામ કરતા વિદ્યાર્થીઓ, વૈજ્ઞાનિકો અને અન્ય વિખ્યાત વ્યક્તિઓનો સમુદાય આ કોન્ફરન્સમાં પધારશે અને તેમના મંતવ્યો ની અદલાબદલી કરશે એવી અપેક્ષા રાખેલ છે.
બે દિવસ ના ગાળા માં, મેમ્બ્રેન ટેકનોલોજી પર કામ કરતા રાષ્ટ્રના વિવિધ ભાગોમાંથી આમંત્રિત વક્તાઑ દ્વારા પ્રવચનો આપવામાં આવશે, ઉદ્યોગપતિઓ દેશભરનાં સંશોધકો સાથેના તેમના મંતવ્યો અંગે ચર્ચા કરશે, સેન્ટ્રલ સોલ્ટ દ્વારા વિકસિત તકનીકીઓનું પ્રદર્શન, દેશભરના વિવિધ સંસ્થાઓના સંશોધન વિદ્વાનો દ્વારા પેપર અને પોસ્ટર પ્રસ્તુતિ ભાવનગર ખાતે કરવામાં આવશે.