મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામત આપ્યા બાદ ઓવૈસીએ મુસ્લિમ સમાજ માટે અનામત માંગી

607

મહારાષ્ટ્રમાં મરાઠા અને ગુજરાતમાં પાટીદારો બાદ હવે રાજપૂતો અને બ્રાહ્મણ સમુદાયે પણ અનામતની માંગણી કરી છે. અનામત કોટા માટે સમુદાયના લોકોએ ઓબીસી પંચને પત્ર લખ્યો છે. તો હવે છૈંસ્ૈંસ્ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ પણ મુસ્લિમો માટે અનામતની માંગણી કરી દીધી છે.

ઓવૈસીએ મહારાષ્ટ્રમાં મુસલમાનોને અનામત આપવાનો મુદ્દો ઉઠાવ્યો છે. આ મામલે તેમણે એક વીડિયો પણ ટિ્‌વટ કર્યો છે જ્જેમાં તેમણે મુસલમાનો સાથે અન્યાય થઈ રહ્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર વિધાનસભામાં ગુરૂવારે મરાઠાઓને શિક્ષણ અને નોકરીમાં ૧૬ ટકા અનામત આપવાના પ્રસ્તાવને મંજુરી આપી દેવામાં આવી છે.

હવે છૈંસ્ૈંસ્ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ અનામત મામલે ઝંપલાવ્યું છે. તેમણે મુસલમાનો માટે અનામતની માંગણી કરી છે. તેમનું કહેવું છે કે, મુસલમાનો પણ અનામતના હકદાર છે કારણ કે તેઓ પેઢીઓથી ગરીબીમાં જીવી રહ્યાં છે.

આ મુદ્દા માટે ટિ્‌વટર પર ટિ્‌વટ કરી હતી કે – રોજગાર અને શિક્ષણમાં પછાત મુસલમાનોને વંચીત રાખવા એ અન્યાય છે. હું અવારનવાર કહેતો આવ્યો છું કે, મુસલમાન સમુદાયમાં પણ એવી પછાત જ્ઞાતિઓ છે કે જે પેઢીઓથી ગરીબીમાં સબડી રહી છે. અનામત દ્વારા તેમની ગરીબીમાંથી બહાર કાઢી શકાય. પોતાની આ માંગણી સાથે ઓવૈસીએ ટિ્‌વટર પર એક વીડિયો પણ મુક્યો હતો.

આ વીડિયો મારફતે તેમણે એ જણાવવાનો પ્રયાસ કર્યો છે કે, મહારાષ્ટ્રના મુસલમાનોની અનામતની કેમ જરૂર છે? આ વીડિયોમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, મહારાષ્ટ્રમાં મુસલમાનોની કુલ વસ્તી ૧૧.૫ ટકા છે. તેમાંથી ૬૦ ટકા ગરીબીની રેખા હેઠળ જીવન વિતાવવા મજબુર છે.

Previous articleપાકિસ્તાન એક ઈસ્લામિક દેશ, આતંક સાથે વાતચીત સંભવ નથીઃ આર્મી ચીફ
Next articleરાજા ભૈયા દ્વારા નવી પાર્ટીની જાહેરાત થઈ