દિલ્હી હાઈકોર્ટે શુક્રવારને કોલસા કૌભાંડમાં પૂર્વ કોલસા સચિવ એચસી ગુપ્તા સહિત ૬ આરોપીઓને દોષી જાહેર કર્યાં છે. તમામ પર પશ્ચિમ બંગાળમાં કોલસા બ્લોકની ફાળવણીમાં અનિયમિતતાઓના આરોપ હતા. એચસી ગુપ્તા કેન્દ્રની યુપીએ સરકારમાં બે વર્ષ સુધી સચિવપદે રહ્યાં. તેઓ ૨૦૦૮માં રિયાટર થયા હતા. ગુપ્તા પર આરોપ હતો કે તેઓ સ્ક્રીનિંગ કમિટીના ચેરમેન હતા ત્યારે ઓછામાં ઓછા ૪૦ કોલસા ખાણને મંજૂરી આપી હતી. તેઓ ફાળવણી સાથે જોડાયેલી ગડબડીઓમાં મુખ્ય આરોપી છે. તેમના પર હરાજીની પ્રક્રિયામાં પારદર્શિતા નહીં દાખવવાનો આરોપ છે. તેમના વિરૂદ્ધ કૌભાંડ સાથે જોડાયેલાં ૮થી વધુ મામલાઓ દાખલ છે. ગુપ્તા ઉપરાંત આ કેસમાં ખાનગી કંપની વિકાસ મેટલ્સ એન્ડ પાવર લિમિટેડના ડાયરેક્ટર વિકાસ પટાની અને તેમના અધિકૃત હસ્તાક્ષરકર્તા આનંદ મલિક, પૂર્વ સંયુક્ત સચિવના એક ક્રોફા અને કોલસા મંત્રાલયમાં તત્કાલીન ડાયરેક્ટર (સીએ-૧)ના સી સામરિયાને પણ દોષી જાહેર કરવામાં આવ્યા છે.