દામનગર શહેરના સિનિયર સીટીઝન ટ્રસ્ટ આયોજિત નેત્રયજ્ઞ ગાયત્રી મંદિર ખાતે યોજાયો હતો સંપૂર્ણ મફત આંખ ને લગતી તપાસ સારવાર અને નેત્રમણી આરોપણ કેમ્પ માં ૨૦૦ દર્દી નારાયણોની તપાસ કરાય હતી ૪૦ જેટલા મોતિયાના દર્દી નારાયણોને નેત્રમણી આરોપણ માટે રાજકોટ સ્થિત રણછોડદાસજી ટ્રસ્ટની હોસ્પિટલ લઈ જવા માં આવ્યા દામનગર શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારો માટે સિનિયર સીટીઝન ટ્રસ્ટ દ્વારા દર માસે ત્રીજા બુધવારે યોજાતા નેત્રયજ્ઞ માં જરૂરિયાદ મંદ દર્દીઓ માટે આશીર્વાદ રૂપ છે દામનગર શહેરના શક્તિ પીઠ ગાયત્રી મંદિર ખાતે ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ સહિતની સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના સંકલનથી તા૨૮/૧૧ના રોજ યોજાયેલ નેત્રયજ્ઞને સુંદર સફળતા મળી હતી.