સુરતના છેતરપીંડીના ગુનાનો ફરાર આરોપી ભાવનગર ખાતેથી ઝડપાયો

1148

ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો આજરોજ ભાવનગર શહેર વિસ્તારમાં નાસતાં ફરતાં આરોપીઓની તપાસ અંગે પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન  લીલા સર્કલ પાસે આવતાં પો. કોન્સ. મીનાજભાઇ ગોરી તથા શકિતસિંહ ગોહિલને બાતમીરાહે હકિકત મળેલ કે, સુરત ગ્રામ્ય જીલ્લાનાં કડોદરા જીઆઈડીસી પો.સ્ટે.ના ગુન્હાનાં કામે નાસતો ફરતો આરોપી જીતેન્દ્દભાઇ ઉર્ફે જગદિશભાઇ ઉર્ફે સોનુ હરેશભાઇ આમેસર રહે.પ્લોટ નં.૯૦, ચંદ્દપ્રકાશ રેસીડન્સી, સીદસર રોડ,ભાવનગરવાળો સીદસર રોડ ઉપર આવેલ આરાધના હોટલની બાજુમાં ઇમ્પેરીયર હાઇટ્‌સ  તરફ જવાનાં નાકા પાસે ઉભો છે. જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં આરોપી જીતેન્દ્દભાઇ ઉર્ફે જગદિશભાઇ ઉર્ફે સોનુ હરેશભાઇ આમેસર રહાજર મળી આવેલ.જેથી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી તેને ભરતનગર પોલીસ સ્ટેશન સોંપી આપવામાં આવેલ.અંગે વલસાડ જિલ્લાનાં સુરત ગ્રામ્ય જીલ્લાનાં કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ થયેલ હોય.જેથી નાસતાં-ફરતાં આરોપીને સુરત ગ્રામ્ય જીલ્લાનાં કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ કરવામાં આવેલ છે.

Previous articleIMA દ્વારા પત્રીકા વિતરણ
Next articleBNP+ દ્વારા એઈડ્‌સ દિનની ઉઝવણી