૧ડિસેમ્બર વિશ્વમાં વિશ્વ એઈડ્સ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. જેમાં ભાવનગર બ્લડ બેંક અલંગ દ્રારા વિશ્વ એઈડ્સ દિવસ નિમિતે અલંગના વિવિધ પ્રાંતના લોકોમાં એચ.આઈ.વી/ એઈડ્સ, જાતીય રોગના જ્ઞાન માં વધારો થાય તે હેતુથી અલંગમાં જુદા-જુદા સ્ટેકહોલ્ડરની મદદથી અલંગ શીપ બ્રેકિંગ કંપનીઓમાં તેમજ જીએમબી તથા શિશુવિહાર સંસ્થાના સહયોગ દ્રારા જીએમબી તાલીમ સકુંલમાં પોસ્ટર પ્રદર્શન તથા એચ.આઈ.વી/ એઈડ્સ અવેરનેસના ક્રાર્યક્રમો કરવામાં આવેલ જેમાં બહોળી સંખ્યામાં લોકોએ આ ક્રાર્યક્રમનો લાભ લીધો હતો અને ક્રાર્યક્રમને સફળ બનાવવામાં સંસ્થાના પ્રોજેક્ટ ડાયરેકટર તથા પ્રોજેક્ટ અલંગ ટીમ મદદરૂપ થયેલ.