ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયાની સાથે થનારા ટેસ્ટ સીરીઝમાં ઉગ્ર નહીં થવાનો નિર્ણય લીધો છે. કોહલીએ કહ્યું કે, “હું પૂરી રીતે આશ્વસ્ત છું કે આ મારો છેલ્લો ઓસ્ટ્રેલિયા પ્રવાસ છે. હું કોઈ પણ ઓસ્ટ્રેલિયાઈ ખેલાડી સાથે ટકરાવની જરૂર નથી અનુભવી રહ્યો.” બંને ટીમ વચ્ચે ૬ ડિસેમ્બરથી એડિલેડમાં પહેલો ટેસ્ટ રમાશે.
ઓસ્ટ્રેલિયાના એક સ્પોર્ટસ રેડિયો સાથે વાત કરતાં કોહલીએ કહ્યું કે, “હું પોતાને વિશ્વાસ અપાવી ચુક્યો છું કે આ મારો અંતિમ પ્રવાસ છે. હું હવે વધુ પરિપકવ અને આત્મવિશ્વાસથી ભરેલો છું. મને કોઈને કંઈ જ સાબિત કરવાની જરૂર નથી. કેરિયરની શરૂઆતમાં હું રોષે ભરાતો કે વિરોધીઓને ઉકસાવવાનું વધુ વિચારતો હતો, પરંતુ હવે મારું સમગ્ર ધ્યાન ટીમને જીતાડવા પર છે. એટલે આ બધી વસ્તુઓને મહત્વપૂર્ણ નથી માનતો.”
કોહલીએ કહ્યું, “તમે ગત વખતની ઘટનાઓને મેદાન પર બીજી વખત નહીં જુઓ. જે રીતે ઓસ્ટ્રેલિયાઈ ખેલાડીઓનું વલણ છે, તેનાથી મને લાગે છે કે તેઓ આક્રમક રહેશે. તેઓ હંમેશા આ રીતે જ રમે છે. મને નથી લાગતું કે તેઓ કોઈ અન્ય કોઈ રીતે રમવાનું પસંદ કરે. સીરીઝ ઘણી જ રોમાંચક બનવા જઈ રહી છે.”
કોહલીએ ગત વર્ષે ૨૦૧૪-૧૫માં ઓસ્ટ્રેલિયાઈ પ્રવાસમાં આક્રમકતા દેખાડી હતી, પરંતુ ભારતીય કેપ્ટનનું માનવું છે કે તેને પોતાના તે અનુભવથી ઘણું શીખ્યો છે. આ સીરીઝ દરમિયાન ગત વખતની જેમ કોઈ પણ ઘટના નહીં થાય.