રાજુલા નજીક વડ ગામે ધાખડા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહનું ભવ્યાતિ ભવ્ય આયોજનમાં વિશ્વવંદનીય મોરારીબાપુ, ચલાળા મહંત વલ્કુબાપુ વાવડી મહંત બાબાભાઈ બાપુ તેમજ માજી ધારાસભ્ય પ્રતાપભાઈ વરૂની ઉપસ્થિતિ વકતા સુનિલભાઈ પંડયા દ્વારા કથા રસપાન કરાવી રહ્યા છે.
રાજુલા નજીક વડ ગામે ધાખડા પરિવારના પહુંભાઈ ધાખડા, ભુપતભાઈ ધાખડાઅ, દિલુભા ધાખડા, દડુભાઈ ધાખડા અને બાવભાઈ બોરીયા મુખ્ય યજમાન બની શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરેલ હોય જેમાં વિશ્વ વંદનીય પુજય મોરારીબાપુ, દાનબાપુની જગ્યા ચલાળાના મહંત વલ્કુબાપુ, વાવડી રૂખડ બાપુની જગ્યાના મહંત બાબભાઈ બાપુ, માજી ધારાસભ્ય અને ગુજરાત રાજય કાઠી ક્ષત્રિય સમાજ પ્રમુખ પ્રતાપભાઈ સુરીંગવરૂ નાગેશ્રી તેમજ મામાવીરની જગ્યાના મહંત લવકુશબાપુની ઉપસ્થિતએ સમસ્ત બાબરીયવાડના મોભી કે જેને (વડ ભીમબાપુ) બોરીચાથી ઓળખાય છે તેમજ પીતાને પગલે લોક સેવક બની કાર્યકર્તા પીઠુભાઈ બોરીચાના આમંત્રણને માન આપી પુર્વ સંસદીય સચીવ અને લોક લાડીલા નેતા હરીાભાઈ સોલંકી અને ભાજપના પીઢ આગેવાન કાતર દબાર દાદા બાપુ વરૂને પહુભાઈ ધાખડા તથા ભુપતભાઈ ધાખડાએ અસલ કાઠી ક્ષત્રીયના પહેરવેશ માથે સાંફો બાંધી મોરારીબાપુ સહિતને સન્માનીત કર્યાં.