રાજુલા તા.પં. કારોબારી ચેરમેન ભીખાભાઈ પીજરની જહેમત અને રાજય સરકારની વિકાસની નેમથી ખાંભલીયાથી દેવકા સુધીનો રોડ બિસ્મારને નવો બનાવવા મુહુર્ત કરતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે.
રાજુલા તાલુકા પંચાયત કારોબારી ચેરમેન ભીખાભાઈ ચેરમેનની ખાંભલીયાથી દેવકા સુધી સ્ટેટ હાઈવેમાં પડી ગયેલ ર-ર ફુટના ખાડાની રજુઆત અમરેલી તંત્રથી ગાંધીનગર સુધી તેમજ ધારાસભ્ય અંબરીષભાઈ ડેરને પણ રજુઆત કરેલ જેવી જહેમત ભીખાભાઈ પીંજરે કરેલ કે દેવકા ગામે આવેલ વિશ્વ પ્રસિધ્ધ દેવકા વિદ્યાપીઠના હજારો વિદ્યાર્થીઓ દરરોજ અવર-જવર કરતા હોય ઉપરાંત રાજુલા ડુંગર મહુવા સ્ટેટ હાઈવે પર છેક સોમનાથ દ્વારીકા સુધીની એસ.ટી. તેમજ પ્રાઈવેટ લગ્જરી બસોથી ચોવીસ કલાક ધમધમતા રોડને રાજય સરકારે તાત્કાલિક મંજુરીની મહોર લગાવી આજરોજ તેનું નવો રોડ બનાવવા મુહુર્ત કરતા ખુદબ ચેરમેન ભીખાભાઈ પીંજર કોંગ્રેસ અગ્રણી કનુભાઈ ધાખડા, ઘનશ્યામભાઈ લાખણોત્રા, ખાંભલીયા ગામના સરપંચ રામભાઈ, રાણીંગભાઈ પીંજર, કમલેશભાઈ ભેડા સહિત ઉપસ્થિત રહી રોડ બનાવવાનું શ્રીફળ વધેરી મુહુર્ત કરાયું. જેનાથી દેવકા વિદ્ય)પીઠના મેનેજીંગ ટ્રસ્ટીઓ દેવકા તેમજ હડમતીયા ગામના લોકોમાં ખુશીનો માહોલ છવાયો.