ગઈકાલથી ખુલ્લેઆમ લાખો રૂપિયામાં આ લોકરક્ષક પરીક્ષાનાં પેપરો બજારમાં વેચતા હતા. ત્યારે ભાજપની ગુજરાતની ભ્રષ્ટ સરકાર યુવાનોના જીવન સાથે ચેડા કરી રહી છે. જે યુવાનોએ કેટલાય દિવસો થી માનસિક મુશ્કેલીઓ ભોગવી ને ખુબ મહેનત કરી હોય સાવ સામાન્ય પરિવારના યુવાનો ૩૦૦-૩૦૦ કિલોમીટર દુર પરીક્ષા દેવા જાય એમનો જમવાનો,રહેવાનો બીજો ખર્ચો ગણો તો ક્મસેક્મ એક વિદ્યાર્થી પાછળ બે હજાર રૂપિયા થાય. નવ લાખ વિદ્યાર્થીઓનો કરોડો રૂપિયાનો ધુમાડો થયો. અને હવે ગુજરાતના મુખ્યમંત્રી વાત કરે કે, એસ.ટી. બસનું ભાડું આપી દઈએ, તપાસના આદેશ આપ્યા છે. આટલાથી આ સરકાર છુટી ન શકે. યુવાનોને થયેલા નુકશાનનું પૂરેપૂરું ભરપાઈ કરવાની જવાબદારી ગુજરાતની સરકારની છે.ચોર ચોરને પકડવા નીકળે એવું નહીં ચાલે. ગુજરાત સરકારના પાપની તપાસ હાઈકોર્ટના સીટિંગ જજના ધ્વારા બનેલી એક એસ.આઈ.ટી. પૂરી તપાસ કરે જે થી ગુન્હેગારોને સજા થઇ શકે અને ભવિષ્યમાં આવું ન જ બનવું જોઈએ.