દરેક કર્મચારીના પૈસા ચૂકવાય પછી જ મણીકર્ણિકાનું પ્રમોશન : કંગના

769

મોખરાની અભિનેત્રી કંગના રનૌતે કહ્યું હતું કે મારી આગામી ફિલ્મ મણીકર્ણિકા ધ ક્વીન ઑફ ઝાંસી સાથે સંકળાયેલા એક પણ શ્રમજીવીના મહેનતાણાની બાકી નીકળતી રકમ નહીં ચૂકવાય ત્યાં સુધી હું મણીકર્ણિકાનું પ્રમોશન નહીં કરું. કંગના આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવવા ઉપરાંત ફિલ્મની ડાયરેક્ટર પણ છે. મૂળ તો સાઉથના એક સફળ ડાયરેક્ટર ક્રીશ આ ફિલ્મ બનાવી રહ્યા હતા પરંતુ વચ્ચેથી એમની સાઉથની એક ફિલ્મનું બાકી કામ નીકળતાં મણીકર્ણિકાનું ૬૫ ટકા કામ પૂરું થયા બાદ એ ફિલ્મને છોડી ગયા હતા અને ત્યારબાદ કંગનાએ ડાયરેક્શન સંભાળ્યું હતું. તાજેતરમાં એવા અહેવાલ પ્રગટ થયા હતા કે મણીકર્ણિકા ફિલ્મના યુનિટના સભ્યોના પગાર ચૂકવાયા નહોતા એટલે ફિલ્મ કર્મચારી સંઘના માણસોએ ફિલ્મનું કામ અટકાવી દીધું હતું. એના સંદર્ભમાં કંગના બોલી રહી હતી.  આ ફિલ્મ મહિલા કબડ્ડી ખેલાડીઓની કથા રજૂ કરે છે. મણીકર્ણિકાના યુનિટ મેમ્બર્સના પગાર વિશે મિડિયાએ સવાલ પૂછતાં કંગનાએ કહ્યું કે જ્યાં સુધી એક પણ કર્મચારીના પૈસા બાકી હશે ત્યાં સુધી હું ફિલ્મનું પ્રમોશન નહીં કરું.

Previous articleફિલ્મ ચાલબાજની રીમેકમાં આલિયા ભટ્ટ ડબલ રોલમાં
Next articleઓલમ્પિકમાં ક્રિકેટની એન્ટ્રી માટે ટી-૧૦ ફોર્મેટ આદર્શ : આફ્રીદી