ઈંગ્લેન્ડના ઇયોન મોર્ગન બાદ પાકિસ્તાનના શાહિદ અફરીદીએ પણ ઓલમ્પિકમાં ક્રિકેટની એન્ટ્રી માટે ટી-૧૦ ફોર્મેટને આદર્શ ગણાવ્યું છે. અફરીદીએ યૂએઈમાં રમાઈ રહેલી ટી-૧૦ લીગમાં પખ્તૂન્સની ટીમની આગેવાની કરી રહ્યો છે. તેની ટીમ ફાઇનલમાં પહોંચી ગઈ છે, જ્યાં તેનો સામનો નાર્દર્ન વારિયર્સ સામે થશે. ડેરેન સેમીની આગેવાનીમાં નોર્દર્ન વોરિયર્સ અને શાહિદ અફરીદીની પખ્તૂન્સ વચ્ચે કાંટાની ટક્કર થવાની આશા છે.
વિસ્ફોટક બેટ્સમેન અને ઓલરાઉન્ડર અફરીદીએ ક્રિકઇન્ફોને કહ્યું, ઓલમ્પિકમાં ક્રિકેટ સામલ કરવાની વાત થઈ રહી છે. મને લાગે છે કે, તે માટે ટી૧૦ આદર્શ ફોર્મેટ હોય શકે છે. જો આપણે ઓલમ્પિકમાં ક્રિકેટને સામેલ કરાવી શકીએ તો તેનાથી આ રમતનો વિશ્વભરમાં સારો પ્રચાર થઈ શકે છે. આ ફોર્મેટ રમતપ્રેમીઓને ક્રિકેટથી જોડવા માટે સારૂ માધ્યમ બની શકે છે.