શ્રીલંકાઃ કોર્ટે રાજપક્ષેને વડાપ્રધાન તરીકે કામ કરવાથી અટકાવ્યા

732

શ્રીલંકાની અદાલતે મહિન્દ્રા રાજપક્ષેને સોમવારે વડાપ્રધાન તરીકે કામ કરવાથી અટકાવ્યા છે. કોર્ટનો આ આદેશ રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરીસેના માટે મોટો ઝટકો છે. જેમણે રાનિલ વિક્રમસિંઘેની જગ્યાએ પોતાના જૂના હરીફ રાજપક્ષેને વડાપ્રધાન તરીકેની શપથ અપાઇ હતી. મળતી માહિતી પ્રમાણે, અદાલતે રાજપક્ષે અને તેમની સરકાર સામે એક વચગાળાના આદેશ જારી કર્યા છે. અને તેમના વડાપ્રધાન, કેબિનેટ અને નાયબ પ્રધાનો તરીકે કામ કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે.

રાજપક્ષે અને તેમની સરકાર સામે ૧૨૨ સાંસદોએ અરજી દાખલ કર્યા પછી આ આદેશ આવ્યો હતો.

ઉલ્લેખનિય છે કે ૨૬ ઑક્ટોબરના રોજ શ્રીલંકામાં રાષ્ટ્રપતિ સિરિસેનાએ વિક્રમસિંહને હટાવીને રાજપક્ષેને નવા વડાપ્રધાન બનાવવામાં આવ્યા ત્યારે રાજકીય ઉથલપાથલ શરૂ થઈ. ત્યારબાદ સિરીસેનાએ સંસદને ભંગ કરી અને મધ્ય-ગાળાની ચૂંટણી જાહેરાત કરી. આવું થયું ત્યારે હાલની સરકારનો કાર્યકાળ પૂર્ણ થવામાં લગભગ ૨૦ મહિનાનો સમય બાકી હતો.

બીજી બાજુ, સુપ્રીમ કોર્ટે સિરિસેનાના સંસદ ભંગ કરવાના નિર્ણયને ફેરવી દિધો અને મધ્ય-ગાળાની ચૂંટણીઓ માટેની તૈયારી પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો. વિક્રમસિંધે અને રાજપક્ષે બંને વડાપ્રધાનના હોદ્દા માટે દાવો કરે છે. વિક્રમસિંઘે તેને હટાવવાને ગેરવાજબી જણાવે છે કારણ કે તે હજી પણ ૨૨૫ સભ્યોની સંસદમાં બહુમતી ધરાવે છે.

Previous articleકેસીઆર ખાઓ કમિશન રાવ બની ગયા છે : રાહુલ
Next articleહિંદ મહાસાગરમાં ભારત ચીનથી વધારે બળવાન છેઃ નેવી ચીફ