દેશના નવીન ભૂઅવલોકન ઉપગ્રહ હાઈસિસ ((HySIS)એ ૨૯ નવેમ્બરના રોજ પ્રક્ષેપિત કરાયા બાદ કામ કરવાનું શરૂ કરી દીધું છે. તેણે જે પ્રથમ ફોટો મોકલ્યો છે તેમાં ગુજરાતના લખપત વિસ્તારના કેટલાક ભાગ જોવા મળી રહ્યા છે. ઈસરોએ જણાવ્યું કે, રાષ્ટ્રીય દૂર સંવેદી કેન્દ્ર (NRAC) પર હીઈપરસ્પેક્ટ્રલ ઈમેજિંગ સેટેલાઈટ દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલા ફોટાઓનો ઉપયોગ કૃષિ, જમીન સર્વેક્ષણ અને પર્યાવરણની દેખરેખ માટે કરવામાં આવશે. ઈસરોના સૂત્રોએ જણાવ્યું કે, HySIS દ્વારા જે ફોટો પ્રાપ્ત થયો છે તે શ્રેષ્ઠ રિઝોલ્યુશન ધરાવે છે અને એજન્સી તેનાથી સંતુષ્ટ છે. ઉલ્લેખનીય છે કે, ઈસરોએ PSLV C-43 રોકેટની મદદથી ૩૧ ઉપગ્રહ લોન્ચ કર્યા હતા, જેમાં ભારતના હાઈપરસ્પેક્ટ્રલ ઈમેજિંગ સેટેલાઈટ (HySIS) અને ૮ દેશોના ૩૦ બીજા ઉપગ્રહ સામેલ હતા.
Home National International ISROના HySIS ઉપગ્રહને દેશમાં સૌથી પહેલાં દેખાયું ગુજરાત, મોકલ્યો પ્રથમ ફોટો