ગુજરાતમાં થયેલા કોમી તોફાન મામલે જાકીયા જાફરી દ્વારા કરવામાં આવેલી સુનાવણીને સુપ્રીમ કોર્ટે ટાળી છે. એસઆઈટી દ્વારા કેટલાક ભાજપના નેતાઓને કોમી તોફાન મામલે આરોપીઓને ક્લિન ચીટ આપવામાં આવી હતી. જે અંગેની સુનાવણી આજે સુપ્રીમ કોર્ટમાં ટાળવામાં આવી છે ત્યારે આ મામલે આગામી સુનાવણી જાન્યુઆરી માસમાં થવાની છે. જાકીયા જાફરીનો આરોપ છે કે, કોમી રમખાણના નામે ષડ્યંત્ર રચવામાં આવ્યું હતું અને નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવી હતી.
૨૦૦૨માં અમદાવાદની ગુલબર્ગ સોસાયટીમાં તોફાની ટોળાએ હુમલો કરી કોંગ્રેસના સાસંદ અહસાન જાફરી સહિત ૬૯ લોકોની હત્યા કરી હતી. આ મામલે ૨૦૧૨માં એસઆઈટીએ કલોઝર રિપોર્ટ જાહેર કરીને ભાજપના નેતાઓને ક્લિન ચીટ આપી હતી. જે બાદ જાકીયા જાફરીએ આ મામલે સુપ્રીમ કોર્ટમાં એસઆઈટીના રિપોર્ટને પડકાર્યો હતો.
મેઘાણી નગર ખાતે આવેલી ગુલબર્ગ સોસાયટીમાં સર્જાયેલા હત્યાકાંડમાં અહેસાન ઝાફરી સહિત ૬૮ લોકોના મોત થયા હતા. આ હત્યાકાંડ પૂર્વ આયોજિત કાવતરું હતું અને તેમાં તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ઉચ્ચ અધિકારીઓ અને અન્ય નેતાઓ સામેલ હતા તેવા આક્ષેપ કરતી જાકીયા જાફરીએ અરજી કરી હતી. જેને લઈને સુપ્રીમ કોર્ટે સીટને તપાસ સોંપી હતી. સીટે આ આક્ષેપ અંગે ક્લીનચીટ આપતો અહેવાલ રજૂ કર્યો હતો. આ અહેવાલ મેજીસ્ટ્રેટે મંજૂર રાખ્યો હતો. જેની સામે હાઈકોર્ટમાં રિવ્યૂ અરજી થઈ હતી.