જા.કે.ઉ. મંડળ સંચાલિત કે.પી. મહેતા માધ્યમિક વિદ્યાલયમાં ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
સૌપ્રથમ પ્રમુખ કિરીટભાઈ મહેતા, ઉપપ્રમુખ લલીતભાઈ મોદી, માનદ મંત્રી યોગેશભાઈ ગોરડીયા, નિયામક રામાનંદી અશોકભાઈ પ્રજાપતિ અને નવલદાદાના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ થયેલ. માર્ચ-ર૦૧૮ની એસએસસી બોર્ડની પરીક્ષામાં કે.પી. મહેતા માધ્ય. શાળાનું ૮૮ ટકા ઉજ્જવળ પરિણામ લાવનાર તમામ સ્ટાફગણ જીજ્ઞાબેન શિયાળ, દક્ષાબેન શિયાળ, પ્રિયંકાબેન વ્યાસ, ઈન્દુમતિબેન સાંખટ, ગૃહભ્રાતા હરેશભાઈ કળોતરા, ભરતભાઈ વેગળ અને ગૃહભગીની જાનકીબેન પુરોહિતનું રોકડ પુરસ્કાર તેમજ પુસ્તિકા આપી પુરસ્કૃત કરવામાં આવેલ.
ખેલ મહાકુંભ-ર૦૧૮માં રાજ્યકક્ષાએ ૧પ૦૦ મીટર દોડ નડિયાદ મુકામે યોજાઈ. જેમાં ચતુર્થ નંબર પ્રાપ્ત કરનાર શાળાના વિદ્યાર્થી ગોપાલભાઈ રાણાભાઈ બારૈયા તેમજ પારેખ-મહેતાના વિદ્યાર્થીની ગોળા-ફેંકમાં રાજ્યકક્ષાએ પાંચમું સ્થાન પ્રાપ્ત કરવા બદલ વાઘેલા ગીતાબેનને પુરસ્કૃત કરેલ. સંસ્થા સંચાલિત હોસ્પિટલમાં મુક્ત થનાર કર્મચારી પ્રભાબેનને ૧૧,૦૦૦નો ચેક પ્રમુખના વરદ હસ્તે અપાયેલ. જાફરાબાદનું ગૌરવ કરાટે ચેમ્પિયન ચિરાગભાઈ ગોસ્વામીને તેમજ મેડિકલમાં પ્રવેશ મેળવનાર પટેલ મહેશ્વરીને પણ ૧૧,૦૦૦ના ચેક આપી સન્માનિત કરેલ.