સમુહ લગ્નમાં મતદાન કરવાની અપીલ કરાઈ

692
bvn24112017-1.jpg

આજે તા. ૨૩ નવેમ્બરે સવારે ૧૦/૦૦ કલાકે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારી હર્ષદ પટેલની ઉપસ્થિતિમાં ભાવનગર તાલુકાના બુધેલ ગામે સરદાર પટેલ સમાજ ભાવનગર,ઘોઘા તાલુકા દ્વારા યોજાયેલ ૨૪મા સમુહ લગ્ન સમારોહમાં ૬૦ નવ દંપતિ સહિત હજ્જારો લોકોને પોસ્ટર, બેનર પ્લેકાર્ડ થકી મતદાન માટે અપીલ કરાઈ હતી.   આ પ્રસંગે નવદંપતિઓએ મતદાન કરવાના શપથ લીધા હતા. આ પ્રસંગે સ્વીપના નોડલ ઓફીસર શ્રીધર વસાણી, જિલ્લા આયોજન અધિકારી બ્રિજેશ જોશી, મહેશભાઈ વસાણી, બાબુભાઈ દુધવાલા, પી. આર. પટેલ, મુળજીભાઈ વઘાસીયા,ગોપાલભાઈ ડુંગરાણી, રણછોડભાઈ દેસાઈ, ડી. એમ. જેતાણી, વલ્લભભાઈ હરીભાઈ ડાંખરા, પ્રવિણભાઈ ગોધાણી, ઝવેરભાઈ ગોરધનભાઈ ડાંખરા, ઠાકરશીભાઈ હરીભાઈ સુતરીયા, કાળુભાઈ લુખી, ગગજીભાઈ ડાંખરા, જિજ્ઞેશભાઈ ઘેવરીયા સહિત મોટી સંખ્યામા સરદાર પટેલ સમાજના લોકો હાજર રહ્યા હતા. 

Previous articleશિશુવિહારના ઉપક્રમે બુધસભા સ્મૃતિ વિમોચન તથા મૂળશંકરભાઈ ભટ્ટ સ્મૃતિ વ્યાખ્યાન યોજાયું
Next articleશહેરના સાકરબજાર વિસ્તારમાંથી ચોરાઉ ગરમ વસ્ત્રો સાથે શખ્સ ઝડપાયો