સ્પેશ્યલ ઓપરેશન ગ્રૃપના પીએસઆઈ ડીડી પરમારના માર્ગદર્શન હેઠળ સ્ટાફના રાજદીપસિંહ અને વિશ્વજિતસિંહના મળેલી બાતમી આધારે ચિત્રા માર્કેટીંગ યાર્ડના પાછળના ભાગે સ્ટ્રિટ લાઈટના અજવાળે દિવાલની ઓથે ગંજીપાના વડે હારજીતનો જુગાર રમતા હોય દરોડો પાડતા જુગાર રમતા સુરવીર કિશોરભાઈ મકવાણા ઉ.વ.૨૦, સમીર અબ્બાસભાઈ સૈયદ, ઉ.વ.૧૯, તુષાર અશોકભાઈ ઝાલા, ઉ.વ.૨૪, અજય લક્ષ્મણભાઈ ચૌહાણ ઉ.વ.૨૧, ઈમરાન ભિખુભાઈ શેલોત ઉ.વ.૨૨, નરેશ ગોરધનભાઈ મોરી, ઉ.વ.૩૩ તથા રણજી ભરતભાઈ શાહ, ઉ.વ.૩૩વાળાને ગંજીપાના વડે જુગાર રમતા રૂા.૧૧૬૦૦ની રોકડ, ૬ મોબાઈલ ફોન તથા બે મોટરસાયકલ સહિત કુલ રૂા.૯૮૬૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ બોરતળાવ પો.સ્ટે.માં સોંપી આપેલ તમામ શખ્સો વિરૂધ્ધ જુગારધારા તળે ગુનો નોંધી વધુ તપાસ બોરતળાવ પો.સ્ટે. ચલાવી રહી છે.