રણવીર સિંહનો ઘટસ્ફોટ : છ મહિનામાં જ માતા બનશે દીપિકા

938

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની જોડી લગ્ન બાદ પણ ચર્ચામાં છે. દીપિકાએ લગ્ન બાદ પ્રથમ ઇન્ટરવ્યૂમાં રણવીર સિંહ અંગે વાત કરી હતી. જ્યારે સોમવારે રણવીર સિંહની આગામી ફિલ્મ સિમ્બાનું ટ્રેલર રિલીઝ થયું હતું. આ ટ્રેલર દરમિયાન રણવીર સિંહે મીડિયા સાથે વાત કરતી વખતે અનેક ચોંકાવનારા ખુલાસા પણ કર્યા હતા.

જ્યારે એક મહિલા પત્રકારે રણવીરને ફેમિલી પ્લાનિંગ અંગે પૂછ્યો તો તેણે આપેલો જવાબ સાંભળીને હાજર સૌ ચોંકી ગયા હતા. મહિલા પત્રકારે રણવીરને પૂછ્યું કે, “મેં ક્યાંક વાંચ્યું હતું કે દીપિકા ૬ મહિનામાં જ મારા બાળકની મા બનવાની છે. તેથી અમે લગ્ન કર્યા છે. હવે આ અહેવાલ સાચા છે કે ખોટા તે અંગે જણાવો.”જેનો હસતા હસતા જવાબ આપતાં રણવીરે કહ્યું કે, મને ખબર છે કે આગામી ૬ મહિનામાં તે માતા બનવાની છે. હાલ રણવીર સિમ્બાની સાથે સાથે જોયા અખ્તરની ગલી બોય અને ૮૩માં નજરે પડશે.

Previous articleવરુણ-કેટરિનાની ફિલ્મ એપ્રિલમાં ફ્લોર પર જશે
Next articleટ્રેલર ફિલ્મના ભાવિ માટે નિર્ણાયક બની રહે છે : સુશાંત સિંઘ રાજપૂત