લાંબા સમયથી પાકિસ્તાનમાં કરતારપુર ગુરુદ્વારાને લઇને વિપક્ષની ખેંચતાણનોે સામનો કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આખરે જવાબ આપ્યો છે. રાજસ્થાનમાં એક ચૂંટણી સભાને સંબોધતા વડાપ્રધાને આને લઇને કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, વિભાજનના સમયે જો કોંગ્રેસના નેતાઓએ સંવેદનશીલતા અને ગંભીરતા દર્શાવી હોત તો ભારતથી અલગ થઇને કરતારપુર પાકિસ્તાનમાં ગયું ન હોત. ભાજપથી કોંગ્રેસમાં સામેલ થયેલા નવજોત સિદ્ધૂની પાકિસ્તાની યાત્રાઓથી ગરમ બનેલા કરતારપુર કોરિડોરના મુદ્દા ઉપર બંને પાર્ટીઓ વચ્ચે ખુબ ખેંચતાણ ચાલી રહી છે. એકબાજુ પાકિસ્તાન પાસેથી નરમ વલણ દર્શાવવામાં આવ્યા બાદ ભાજપે સિદ્ધૂ ઉપર પ્રશ્નો ઉઠાવ્યા છે. સિદ્ધૂએ સીધીરીતે વડાપ્રધાન ઉપર પ્રહાર કર્યા છે. રાજસ્થાનના હનુમાનગઢમાં ચૂંટણી સભાને સંબોધતા મોદીએ કહ્યું હતું કે, વિભાજનના સમયે કોંગ્રેસના નેતાઓએ કોઇપણ ગંભીરતા દર્શાવી ન હતી.
ભારતના જીવનને ગુરુનાનક દેવનું સ્થાન શું છે તો ત્રણ કિલોમીટરના અંતરે અમારા કરતારપુર અમારાથી અલગ થવાની જરૂર રહી ન હતો. કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા મોદીએ કહ્યું હતું કે, સત્તાના નશાને સમજી શકાય છે પરંતુ સપ્તાહ અને રાજગાદીની લાલચમાં કોંગ્રેસે એક પછી એક જે ભુલો કરી છે તેની કિંમત ભારત આજે પણ ચુકવે છે. કોંગ્રેસની દરેક મોટી ભુલોને સુધારવા માટે તેઓ પ્રયાસ કરી રહ્યા છે પરંતુ સવા સો કરોડ દેશવાસીઓના આશીર્વાદથી તેઓ આ સમસ્યાઓને દૂર કરી રહ્યા છે. રાજસ્થાનને દેશના વીરોની ધરતી ગણાવીને મોદીએ કહ્યું હતું કે, જ્યારે ભારતીય સેના નૌસેના દિવસની ઉજવણી કરી રહી છે ત્યારે આ ધરતીના પુત્રો એડમિરલ વિજયસિંહ શેખાવત અને એડમિરલ માનવેન્દ્રસિંહે નૌકાસેનાના પ્રમુખ તરીકે સેવા આપી હતી. તેમના દૂર દૂર સુધી દરિયા સાથે કોઇ લેવા દેવા ન હતા પરંતુ નૌસેનાનું નેતૃત્વ કર્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, નૌસેનાની છ પુત્રીઓએ દુનિયામાં એક પછી એક રેકોર્ડ કર્યા છે. મેક ઇન ઇન્ડિયા હેઠળ બનેલી એક નૌકાને લઇને સમગ્ર વિશ્વના પ્રવાસે દરિયાઈ માર્ગ મારફતે નિકળી હતી અને ભારતનો ધ્વજ લહેરાવીને છ પુત્રીઓ પરત ફરી છે. રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણી પ્રચાર હવે ચરમસીમા ઉપર છે. ચૂંટણી પ્રચારને લઇને ભાજપ તરફથી નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધીએ પ્રચારની જવાબદારી સંભાળી છે.