ઘોઘા તાલુકા કક્ષાની પશુપાલન સીબીર ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ(માલપર)ના અધ્યક્ષ સ્થાને મોરચંદ ગામે યોજાય, ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ દ્વારા પશુઓને પોષણક્ષમ આહાર આપવો, સ્વચ્છ દૂધ આપો જેથી લોકોના આરોગ્ય સાથે ચેડાંના થાય, આધુનિક પદ્ધતિથી ખાણ, ઘાસચારાનો ઉપયોગ કરો, વિવિધ સબસીડી વાળી યોજનાઓનો લાભ લ્યો, ખેતી સાથે પશુ પાલન કરવા જણાવ્યું, પશુપાલકો દ્વારા બેંકો લૉન ન આપતા હોવાની ફરિયાદો આવી તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા ઘટતું કરવાની ખાતરી આપવામાં આવી, શિબિરમાં તાલુકા વિકાસ અધિકારી વિજયભાઈ સોનગરા, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન વનરાજસિંહ ગોહિલ, જિલ્લા પંચાયત સદસ્ય સુરજીતસિંહ ગોહિલ, તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ મહેન્દ્રસિંહ ગોહિલ, તાલુકા પંચાયત સદસ્ય ચંદુભા ગોહિલ, વિરમદેવસિંહ ગોહિલ, વિરભદ્રસિંહ ગોહિલ, રામદેવસિંહ ગોહિલ, ડો.વોરા નાયબ પશુપાલક નિયામક, ડો.કોટડીયા, ડો.વી.વી.ભૂત, ડો.સુદાણી, ડો.પાર્થસિંહ, ડો.ગોર, સહિત સરપંચ લગધીરસિંહ, ઉપસરપંચ હરદેવસિંહ સહિત મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહયા, પશુ ચિકિત્સા અધિકારીઓ દ્વારા પશુઓ વિશે માહિતી આપવામાં આવી.