આજ રોજ અમરેલી અર્બન સેન્ટર – ૧ વિસ્તારના રોકડીયાપરા – ૨મા આવેલ આંગણવાડી કેન્દ્રમા શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત પોષણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અને તંદુરસ્ત સર્ગભા હરીફાઈ, વાનગી હરીફાઈ વગેરે જેવી વિવિધ સ્પર્ધાઓ યોજી અને નંબર મેળવેલ બહેનો ને ઈનામ આપવામાં આવ્યું હતું. અને જે બાળક તંદુરસ્ત હોય તેને પણ નંબર આપી ઈનામ આપવામાં આવ્યું હતું. ડૉ. સુનેહરાબેન કુરેશી તથા ભાવનાબેન દ્વારા આરોગ્ય તથા પોષણ અંગે માર્ગદર્શન આપવામાં આવેલ. આ કાર્યક્રમમાં ડૉ. સુનેહરાબેન કુરેશી (અર્બન હેલ્થ સેન્ટર – ૧), તથા ડૉ. વસીમ ભટ્ટી (આર.બી.એસ.કે. – ટીમ – ૭૦૮), ઉર્વશીબેન સોલંકી, ભાવનાબેન (આંગણવાડી સુપરવાઈઝર), જનડબેન ક્ષત્રીય (આંગણવાડી વર્કર) તથા આંગણવાડી ના હેલ્પર અને આશાવર્કર દ્વારા આ કાર્યક્ર્મ ને સફળ બનાવવામાં આવ્યો.