મહાપાલિકા દ્વારા સતત બીજા દિવસે પણ જારી રહેલુ દબાણ હટાવ અભિયાન

1032

મહાપાલિકા દ્વારા શહેરના કુંભારવાડા, મોતી તળાવ રોડ પર બન્ને સાઈડમાં ભગારનો વેપારીઓ સહિત લોકો દ્વારા રસ્તા પર ટ્રાફિકને અડચણરૂપ રખાતો સામાન તેમજ ગેરકાયદે બનાવાયેલા ઓટલા સહિતના દબાણો દુર કરાયા હતાં.

મહાપાલિકા દ્વારા હાથ ધરાયેલા દબાણ હટાવ અભિયાન આજે પણ શરૂ રહ્યું હતું. જેમાં શહેરના કુંભારવાડા, મોતી તળાવ રોડ પર આવેલ ભંગારના વેપારીઓ તેમજ અન્ય નાના-મોટા વેપારીઓ અને ફેકટરી ધારકો દ્વારા જાહેર રસ્તા પર રાખવામાં આવ તો સામાન ઉપરાંત બન્ને સાઈડ ટ્રાફિકની અડચણરૂપે ગેરકાયદેસર બનાવાયેલા ઓટલા સહિતના નાના-મોટા દબાણો હટાવાયા હતાં.

મહાપાલિકા દ્વારા આજે કુંભારવાડા વિસ્તારમાં હાથ ધરાયેલા અભિયાન દરમ્યાન કેટલાક દબાણ કર્તાઓએ સ્વ્ચ્છીક રીતે દબાણો હટાવી દીધા હતાં. જો કે મહાપાલિકા દ્વારા આજે માત્ર નાના દબાણો હટવીને જ સંતોષ માન્ય હોય વ્હાલા દવલાની નીતિ સ્પષ્ટ થતાં લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

Previous articleવાટલીયા ગામે વાડીમાં આવેલા દિપડાને વન વિભાગે પાંજરે પુર્યા
Next articleતળાજા માર્કેટીંગ યાર્ડમાં પંજો ફરિ વળ્યો