સારી પટકથાવાળી હોલિવુડ ફિલ્મ કરવા હુમા ઇચ્છુક

820

જોલી એલએલબીમાં ચાહકોને જોરદાર રીતે હસાવનાર અભિનેત્રી હુમા કુરેશી  બોલિવુડમાં આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરી આવી છે. તે થોડાક સમય પહેલા રજનિકાંત સાથે એક ફિલ્મ કાલામાં કામ કરી ચુકી છે. જેના કારણે તેની ચર્ચા રહી હતી.  ખુબસુરત હુમા કુરેશીએ કહ્યુ છે કે તે હિન્દી ફિલ્મોને ખુબ પસંદ કરે છે. પરંતુ જો હોલિવુડ ફિલ્મની ઓફર મળશે અને પટકથા સારી રહેશે તો તે ચોક્કસપણે હોલિવુડની ફિલ્મમા પણ કામ કરશે. તેનુ કહેવુ છે કે તે હિન્દી ફિલ્મોમાં કેરિયરને લઇને આશાવાદી છે. દક્ષિણ ભારતના સુપરસ્ટાર અભિનેતા રજનિકાંત સાથે પોતાની નવી ફિલ્મ અંગે પુછવામાં આવતા હુમા કુરેશીએ કહ્યુ હતુ કે તે નવી ફિલ્મ અંગે વધારે વાત કરશે નહી. પરંતુ તે રજનિકાંત જેવા સ્ટાર સાથે કામ  કરીને ગર્વ અનુભવ કરી રહી છે.

Previous articleકરીના માટે હવે પરિવાર જ સૌથી મહત્વપૂર્ણ છે
Next articleઅનિતા હસનંદાની રેડ્ડીએ જયપુરમાં એગ્સપ્લોરનું નવું આઉટલેટ લોન્ચ કર્યું!