જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે તે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચોની શ્રેણીની આવતીકાલથી શરૂઆત થઇ રહી છે. ચાર ટેસ્ટ મેચોની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ આવતીકાલથી એડિલેડ ખાત શરૂ થઇ રહી છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમની જોરદાર કસોટી થનાર છે. ટીમમાં અનેક સ્ટાર ખેલાડી હોવા છતાં ઓસ્ટ્રેલિયાની વિકેટ પર તેમની કસોટી થશે. ઓસ્ટ્રેલિયા ઘરઆંગણે હોટફેવરીટ ખેલાડી તરીકે છે. ઇતિહાસ પર નજર કરવામાં આવે તો તે ફેવરીટ છે. જો કે ભારત માટે સારી બાબત એ છે કે ઓસ્ટ્રેલિયાના બે ધરખમ ખેલાડી સ્ટીવ સ્મીથ અને ડેવિડ વોર્નર પ્રતિબંધના કારણે હાલમાં ટીમની બહાર છે. આવી સ્થિતીમાં ભારતીય ટીમને જીત મેળવીને ઇતિહાસ સર્જવાની તક છે. ઓસ્ટ્રેલિયા માટે સારી બાબત એ છે કે પેટ કમિન્સ હાલના વર્ષોમાં જોરદાર બોલર તરીકે ઉભરી ચુક્યો છે. પીટર હેન્ડસ્કોમના કારણે મશેલ માર્શને પડતો મુકવામાં આવ્યો છે. જ્યારે માર્કસ હેરિસે ઓપનિંગ બેટ્સમેન તરીકે એન્ટ્રી કરી છે. ફિન્ચ અને ખ્વાજાથી ભારતને સાવધાન રહેવાની જરૂર પડશે.ભારતીય ટીમ એડિલેડની વિકેટ પર પાંચ ઝડપી બોલરની રણનિતી સાથે મેદાનમાં ઉતરનાર છે. જેમાં શામી, ઇશાંત શર્મા અને જશપ્રીત બુમરાહ ટીમમાં ઝડપી બોલિંગની જવાબદારી સંભાળનાર છે. બંને ટીમોની પસંદગી કરવામાં આવી ચુકી છે. એડિલેડમાં અગાઉની ત્રણ ટેસ્ટ મેચોના આંકડાની વાત કરવામાં આવે તો સ્થિતી સ્પષ્ટ થઇ જાય છે. વર્ષ ૨૦૧૪ બાદ બંને ટીમો પ્રથમ વખત ટેસ્ટમાં સામ સામે છે. કોહલી આ મેદાનમાં ધરખમ રેકોર્ડ ધરાવે છે. તે ત્રણ સદી સાથે એડિલેડ ઓવલમાં ૯૬.૫૦ રનની સરેરાશ ધરાવે છે. ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ૪૪ ટેસ્ટ મેચો પૈકી ભારતે માત્ર પાંચ ટેસ્ટ મેચ જીતી છે. વર્ષ ૨૦૦૩-૦૪માં રાહુલ દ્રવિડના કારણે ટીમ ઇન્ડિયાને જીત મળી હતી. મેચને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. બંને ટીમો નીચે મુજબ છે.
ઓસ્ટ્રેલિયા : એરોન ફિન્ચ, માર્કસ હેરિસ, ઉસ્માન ખ્વાજા, શૌન માર્શ, ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ, ટીમ પેની (કેપ્ટન), મિશેલ સ્ટાર્ક, પેટ કમિન્સ, નાથન લિયોન, જોશ હેઝલવુડ
ભારત : રાહુલ, વિજય , ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, રહાણે, રોહિત શર્મા, હનુમા વિહારી, રિશભ પંત, અશ્વીન, મોહમ્મદ શામી, ઇશાંત શર્મા, બુમરાહ