બોટાદ જિલ્લાના રાણપુર ખાતે ધંધુકા રોડ ઉપર આવેલ એન.એમ. ગોપાણી પોલીટેકનીક કોલેજ ખાતે સરકારના ડીજીટલ ઈન્ડિયા પ્રોગ્રામ અંતર્ગત-ર નમો ટેબલેટ એનાયત કરવામાં આવ્યા. સંસ્થાના પ્રમુખ મુકુન્દભાઈ વઢવાણા, મહેશભાઈ વઢવાણા, પ્રિન્સીપાલ પી.બી. ડાભીના હસ્તે ૧૪પ વિદ્યાર્થીઓને નમો ટેબલેટ એનાયત કરવામાં આવ્યા હતા. આ સમયે સંસ્થાના પ્રમુખ મુકુન્દભાઈ વઢવાણાએ જણાવ્યું હતું કે, સરકારના આ ડીજીટલ ઈન્ડિયા અંતર્ગત આ નમો ટેબલેટ આપવામાં આવ્યા છે તે ટેબલેટ વિદ્યાર્થીઓને ટેકનીકલ શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ મદદરૂપ થાય તેમ છે. આ પ્રસંગે એન.એમ. ગોપાણી કોલેજનો સ્ટાફ તથા મોટીસંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતા.