રો-રો ફેરીની સર્વિસ બંધ, ઓનલાઈન બુકીંગ શરૂ!

892

ઘોઘા-દહેજ રો પેક્ષ ફેરી શરૂ થયા બાદ તેની સામે વિધ્નો આવી રહ્યા છે. મધ દરિયે બંધ પડ્યા બાદ એક જહાજ બંધ થયું અને થોડા દિવસ પછી બીજુ જહાજ પણ બંધ પડ્યું અને હાલમાં એકાદ સ્પતાહ કરતા વધારે સમયથી ફેરી સર્વિસ બંધ છે.

ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ બંધ હોવા છતા તેનું ઓનલાઈન બુકીંગ બંધ કરવામાં આવ્યું નથી. આથી લોકો આવન-જાવન માટે ટીકીટનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે અને તેઓના એકાઉન્ટમાંથી નાણા ટ્રાન્સફર થઈને ટીકીટ પણ આપવામાં આવી રહી છે. પરંતુ સર્વિસ બંધ હોય તેઓ નિરાશ થઈ રહ્યા છે. આવા બુકીંગ કરાવેલા ગ્રાહકોને હજુ સુધી ઓનલાઈન  બુકીંગ કરાવ્યાના નાણા ટ્રાન્સફર કરવામાં આવ્યા નથી. જેના કારણે લોકોને મુશ્કેલીઓ ભોગવવી પડે છે. ત્યારે ઘોઘા-દહેજ ફેરી સર્વિસની તારીખ જાહેર થયા બાદ ઓાલાઈન બુકીંગ શરૂ કરવા અને લોકોને બુકીંગ કરાવી અને યાત્રા થઈ શકી નથી. તેવા ગ્રાહકોને તાત્કાલિક રીફંડ આપવા ઘોઘા તાલુકા પંચાયતના પ્રમુખ સંજથયસિંહ ગોહિલ દ્વારા રજુઆત કરવામાં આવી હતી.

Previous articleરાજયકક્ષાની યોગાસન સ્પર્ધા
Next articleભાવનગર રેલ્વે ડિવીઝને ૧ માસમાં રૂા.૪૨.૫૦ લાખનો દંડ વસુલ કર્યો